બનાસકાંઠાના ભાભર તાલુકાના સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોમાં રોષ, પાક સુકાવાની ભીતિ

|

Mar 26, 2024 | 8:58 AM

બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં સિંચાઇનું પાણી મળી રહ્યુ નથી એવી ફરિયાદ ઉઠી છે. ખેડૂતોએ સિંચાઇનું પાણી નહીં મળવાને લઈ ભાભર વિસ્તારના ખેડૂતો રોષ વર્તાવી રહ્યા છે. ભાભર, નવા કારેલા અને વેડા ગામના ખેડૂતો માટે હાલમાં કપરી સ્થિતિ સર્જાઇ ગઇ છે. આ વિસ્તારના ખેડૂતોનો પાક હવે ખેતરમાં સુકાઇ રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે.

ઉનાળાની શરુઆતે જ પાણીની પારાયણ કેટલાક વિસ્તારમાં શરુ થઈ ગઇ છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં સિંચાઇનું પાણી મળી રહ્યુ નથી એવી ફરિયાદ ઉઠી છે. ખેડૂતોએ સિંચાઇનું પાણી નહીં મળવાને લઈ ભાભર વિસ્તારના ખેડૂતો રોષ વર્તાવી રહ્યા છે. આ અંગે નર્મદા કેનાલના અધિકારીઓને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો:  સાબરકાંઠા બેઠક પર ભાજપે ગુજરાતી શાળાના શિક્ષિકા શોભનાબા બારૈયાને ઉતાર્યા મેદાને, જાણો

વિસ્તારના ખેડૂતોએ લોકસભાની ચૂંટણી સામે હોઇ આ દરમિયાન હવે પાણી નહીં તો વોટ નહીંની વાત કરી છે. ભાભર, નવા કારેલા અને વેડા ગામના ખેડૂતો માટે હાલમાં કપરી સ્થિતિ સર્જાઇ ગઇ છે. આ વિસ્તારના ખેડૂતોનો પાક હવે ખેતરમાં સુકાઇ રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે. આમ ઝડપથી ખેતરમાં પાણી મળે એ માટે રજૂઆતો કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video