સરદાર પટેલની પ્રતિમા ટ્રેક્ટરથી તોડી પાડવાની ઘટના મામલે હિંમતનગરમાં આવેદન પત્ર

સરદાર પટેલની પ્રતિમા ટ્રેક્ટરથી તોડી પાડવાની ઘટના મામલે હિંમતનગરમાં આવેદન પત્ર

| Updated on: Jan 29, 2024 | 4:36 PM

હિંમતનગરમાં SPG એ ઉજ્જૈનમાં સરદાર પટેલની પ્રતિમાને તોડી નાંખવાની બનેલી ઘટના મામલે આવેદનપત્ર આપ્યું હતુ. આવેદન પત્ર આપી આવુ કૃત્ય કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા અને સજા કરવા માટે માંગ કરવામાં આવી હતી. સરદાર પટેલની પ્રતિમા તોડવાના કૃત્યના રાજ્ય અને દેશભરમાં પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે.

મધ્યપ્રદેશ ઉજજૈનના માકડોન ગામે અસામાજિક તત્વો એ સરદાર પટેલની પ્રતિમાને ટ્રેક્ટર થી તોડી પાડી હતી. આ ઘટના બાદ દેશભરમાં તેના પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં પણ આ ઘટનાને લઈ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ માટે SPG એ આવેદનપત્ર આપીને વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો: પ્રધાનમંત્રી મુદ્રા લોનના બહાને મહિલાઓ સાથે છેતરપિંડી, દસ્તાવેજનો ઉપયોગ કરી મોબાઈલ ખરીદી લીધા

માકડોન ગામે પ્રતિમાને લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારથી પ્રતિમાને ખંડિત કરી કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ કૃત્ય કરનારા આરોપીઓને ઝડપી લઈ ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવવા માંગ કરી આવેદન પત્ર હિંમતનગર ખાતે આપવામાં આવ્યું હતુ. જેમાં પાટીદાર યુવાનો એકઠા થઈ આવેદન પત્ર આપીને આરોપીઓને કડકમાં કડક સજાની માગણી કરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Jan 29, 2024 03:55 PM
g clip-path="url(#clip0_868_265)">