Kachchh Breaking News: કચ્છના ગળપાદર જેલમાં કેદીની આત્મહત્યાના કેસમાં બે પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ, Video

| Edited By: | Updated on: Oct 20, 2023 | 7:44 PM

કચ્છમાં ગળપાદર જેલમાં સોમવારે કેદીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. કેદીના આપઘાત કેસમાં ગુનો દાખલ ન કરાય તો પરિવારે આત્મવિલોપનની ચીમકી આપી હતી. 4 દિવસ બાદ પણ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો નહોતો. ત્યારે આખરે પોલીસકર્મીના કારણે આપઘાત કર્યાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ થતાં 2 પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

Kachchh : કચ્છના ગળપાદર જેલમાં કાચા કામના કેદીની આત્મહત્યાના કેસમાં સ્યુસાઈટ નોટના આક્ષેપ મુજબ બે પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ગાંજા કેસમાં વચગાળાના જામીન બાદ હાજર ન કરવા પોલીસે 5 લાખ પડાવ્યા હોવાના આક્ષેપ કરાયા હતા. તો આ ઉપરાંત 2 વર્ષ માટે ફરાર રહેવા વધુ 2 લાખ માંગતા આત્મહત્યા કરી હોવાનો સ્યુસાઈટ નોટમાં ખુલાસો થતાં 2 પોલીસકર્મી સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો Kutch Video : ધોરડો વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ, સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ પર્યટન સંગઠને કરી જાહેરાત

ઉલ્લેખનીય છે કે, કચ્છમાં ગળપાદર જેલમાં સોમવારે કેદીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. કેદીના આપઘાત કેસમાં ગુનો દાખલ ન કરાય તો પરિવારે આત્મવિલોપનની ચીમકી આપી હતી. 4 દિવસ બાદ પણ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો નહોતો. ત્યારે આખરે પોલીસકર્મીના કારણે આપઘાત કર્યાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ થતાં 2 પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો