સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની ખોટી પોસ્ટ કરી ફસાયો યુઝર, પોસ્ટ કરનાર સામે નોંધાઈ ફરિયાદ -video

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડતા તે ગમે ત્યારે પડી શકે છેનો ટ્વિટર પર દાવો કરતા સમગ્ર મામલે હોબાળો મચી ગયો છે. આમાં 2018નો ફોટો મુકીને ખોટી રીતે ટ્વીટ કરાયું હતું . SoU નાયબ કલેક્ટર અભિષેક સિન્હાએ યૂઝર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

| Edited By: | Updated on: Sep 11, 2024 | 1:13 PM

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની ખોટી પોસ્ટ શેર કરવામાં આવી હતી જે બાદ તે પોસ્ટ કરનાર સામે ફરિયાદ નોંધાઈ છે. @RaGa4India નામના X એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી હતી. જે પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાના ફોટા મુકવામાં આવ્યા હતા અને તિરાડો પડી હોવાનું લખાણ પણ લખવામાં આવ્યું હતુ જે સાથે પ્રતિમા ગમે ત્યારે પડી શકે તેવા દાવા સાથે ટ્વીટ કરતા સમગ્ર મામલે હોબાળો મચી ગયો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાનો દાવો ખોટો

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડતા તે ગમે ત્યારે પડી શકે છેનો ટ્વિટર પર દાવો કરતા સમગ્ર મામલે હોબાળો મચી ગયો છે. આમાં 2018નો ફોટો મુકીને ખોટી રીતે ટ્વીટ કરાયું હતું . SoU નાયબ કલેક્ટર અભિષેક સિન્હાએ યૂઝર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ખોટા સમાચાર ફેલાવી શાંતિ ડહોળવાનો પ્રયાસ થયાની ફરિયાદ કરી છે. લોકોને ગેરમાર્ગે દોરી ખોટા પ્રચાર કરવા બદલ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

પોલીસે કાર્યવાહી હાથ ધરી

ઉલ્લેખનીય છે, ગત 8 સપ્ટેમ્બરે… સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ‘રાગા 4 ઇન્ડિયા’ નામના એકાઉન્ટ પર આ પોસ્ટ કરવામાં આવી હતી.જેમાં વર્ષ 2018નો ફોટો મૂકીને સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમામાં તિરાડો પડી હોવાની અફવા ફેલાવાઇ હતી. જે બાદ યૂઝર સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Published On - 3:00 pm, Tue, 10 September 24