Gujarati Video : ગાંધીનગરનાં પૂર્વ કલેકટર એસ.કે. લાંગા સામે ફરિયાદનો કેસ, ડીવાયએસપી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી
ગાંધીનગરનાં પૂર્વ કલેકટર એસ.કે. લાંગા સામે ફરિયાદને લઈ અલગ અલગ 4 ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં તપાસ માટે SITની પણ રચના કરવામાં આવી શકે તેમ છે.
ગાંધીનગરનાં પૂર્વ કલેકટર એસ.કે. લાંગા સામે ફરિયાદનો કેસને લઈ પોલીસ એક્શનમાં આવી છે. ગાંધીનગર ડીવાયએસપી દ્વારા આ કેસને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. અલગ અલગ 4 ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે. મહત્વનુ છે કે આ કેસમાં હજારો પાનાનાં દસ્તાવેજો કબજે કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઇ છે. પોલીસ તપાસમાં રેવન્યુ જાણકારોની પણ મદદ લઈ શકે છે તેવું પણ સામે આવ્યું છે. સરકારને આર્થિક નુકસાન પહોંચાડયાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કેસમાં સરકાર પોતે ફરિયાદી બની છે. એટલું જ નહીં સરકાર તરફથી ખુદ સરકારના જ પૂર્વ કલેક્ટર સામે ફરિયાદ કરી ગૂનો દાખલ કરાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ચિંતન શિબિર માટે એકતાનગર પહોંચવા મંત્રીઓની સામુહિક એકતા, STની વોલ્વોમાં CM સાથે બધાનો કોમન પ્રવાસ
ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલામાં ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ કે લાંગા, તત્કાલીન ચિટનિશ અને RAC વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આવનારા દિવસોમાં તપાસ માટે SITની પણ રચના કરવામાં આવી શકે છે. પોલીસ તપાસમાં જે તે સમયના અધિકારીઓ સામે પણ થઈ શકે તેવી સંભાવનાઓ સેવાઇ રહી છે.
ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
