TV9 Property Expo 2022: નરોડામાં આયોજિત પ્રોપર્ટી એકસ્પોનો આજે ત્રીજો દિવસ, ગુજરાતી કોમેડિયન નીતિન જાનીએ મુલાકાત લીધી

| Edited By: | Updated on: Apr 17, 2022 | 2:31 PM

Tv9 ગુજરાતી દ્વારા આયોજિત પ્રોપર્ટી એકસ્પોનો (TV9 Property Expo 2022) આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. ત્યારે પ્રોપર્ટી એક્સ્પો-2022માં આજે અંતિમ દિવસે જાણીતા ગુજરાતી કોમેડિયન નીતિન જાની (Nitin Jani) એટલે કે ખજૂરભાઇએ મુલાકાત લીધી.

લોકોને સરળતાથી અને બજેટમાં ઘર મળી રહે તે માટે અમદાવાદ (Ahmedabad)ના નરોડામાં ટીવીનાઈન દ્વારા ત્રિદિવસીય પ્રોપર્ટી એક્સ્પો-2022નું (TV9 Property Expo 2022) આયોજન કરાયું છે. 15 એપ્રિલથી ચાલુ થયેલા પ્રોપર્ટી એક્સ્પોનો ત્રીજો અને અંતિમ દિવસ છે. પૂર્વ અમદાવાદની બેસ્ટ પ્રોપર્ટીઝ તમને અહીં પોષાય તેવા ભાવે મળશે. ત્યારે આજે જાણીતા ગુજરાતી કોમેડિયન નીતિન જાનીએ (Nitin Jani) ત્રીજા અને અંતિમ દિવસે આ એકસ્પોની મુલાકાત લીધી. નીતિન જાનીએ Tv9ના આ પ્રયાસના  વખાણ કર્યા હતા.

દરેક વ્યક્તિનું સપનું હોય છે કે બજેટ અને વિસ્તારને અનૂકુળ પોતાનું ઘરનું ઘર હોય. ત્યારે લોકોને સરળતાથી અને બજેટમાં ઘર મળી રહે તે માટે અમદાવાદના નરોડા વિસ્તારમાં ટીવીનાઈન દ્વારા ત્રિદિવસીય પ્રોપર્ટી એક્સ્પો-2022નું આયોજન કરાયું છે. Tv9 ગુજરાતી દ્વારા આયોજિત પ્રોપર્ટી એકસ્પોનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. ત્યારે પ્રોપર્ટી એક્સ્પો-2022માં આજે અંતિમ દિવસે જાણીતા ગુજરાતી કોમેડિયન નીતિન જાની એટલે કે ખજૂરભાઈએ મુલાકાત લીધી. લોકોનો તો અહીં પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. સાથે જ એકસ્પોની મુલાકાત લઈને નીતિન જાનીએ પણ Tv9ના આ પ્રયાસના ભરપેટ વખાણ કર્યા.

પ્રોપર્ટી એક્સ્પોમાં શ્રેષ્ઠ બિલ્ડર્સ એક સાથે એક સ્થળે ઉપલબ્ધ છે, સાથે જ અહીં પૂર્વ અમદાવાદની 35થી વધુ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી એક સાથે એક સ્થળે જ ઉપલબ્ધ છે. ત્યારે એક્સ્પોમાં હાજર રહેલા પાટીદાર સિરામિક પાર્ટનર પણ હાજર રહ્યા હતા અને લોકોને એક્સ્પોની મુલાકાત લેવા અપીલ કરી. સાથે દરેકને પોતાના સ્વપ્નનું ઘર મળી રહેશે તેવો પણ દાવો કર્યો.

આ પણ વાંચો-Devbhumi Dwarka: હનુમાન જયંતી પર ઓખાના યુવાને દર્શાવી અનોખી આસ્થા, દરિયામાં તરીને હનુમાનદાંડીની યાત્રા પૂર્ણ કરી

આ પણ વાંચો-વડાપ્રધાન મોદી 18 એપ્રિલે ગુજરાતની મુલાકાતે આવશે, ગાંધીનગરમાં શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો