આજનું હવામાન : ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાવાની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં કેટલી રહેશે ઠંડી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીથી રાહત મળી શકે છે. આગામી 2 દિવસમાં તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે. 48 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીથી રાહત મળી શકે છે. આગામી 2 દિવસમાં તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે. 48 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે તેજ ગતિએ પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે.
ઠંડીને લઈ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 22 જાન્યુઆરીથી હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યના અનેક ભાગોમાં 22,23 અને 24 તારીખે વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. રાજ્યના અનેક ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતાઓ છે. 24 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવવાની શક્યતા છે. હવામાનની વિપરિત અસરથી કૃષિ પાકોમાં રોગ આવી શકે છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, ભાવનગર, છોટાઉદેપુર, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમરેલી, આણંદ, અરવલ્લી, બોટાદ, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, પોરબંદર, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત મોરબીમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.