આજનું હવામાન : ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી, આ વિસ્તારોમાં ગાત્રો થીંજવતી ઠંડીની શક્યતા, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી, આ વિસ્તારોમાં ગાત્રો થીંજવતી ઠંડીની શક્યતા, જુઓ Video

| Updated on: Dec 11, 2025 | 8:52 AM

ગુજરાતમાં શિયાળાની સિઝન તો શરૂ થઇ છે, પરંતુ ઠંડી જાણે કે ગાયબ છે. હવામાન વિભાગનું માનીએ તો હજુ પણ કડકડતી ઠંડી માટે એક સપ્તાહ રાહ જોવી પડશે. હવામાન વિભાગના અધિકારીઓના મતે આગામી એક સપ્તાહ સુધી રાજ્યનું તાપમાન સુકુ રહેશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ ઠંડીનું પ્રમાણ યથાવત જોવા મળશે. રાજ્યમાં ઉત્તર- પૂર્વથી પૂર્વના પવન ફૂંકાયા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્ય રહ્યું હોવાનું સામે આવ્યું છે. તો નલિયામાં પણ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે.

ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં શિયાળાની સિઝન તો શરૂ થઇ છે, પરંતુ ઠંડી જાણે કે ગાયબ છે. હવામાન વિભાગનું માનીએ તો હજુ પણ કડકડતી ઠંડી માટે એક સપ્તાહ રાહ જોવી પડશે. હવામાન વિભાગના અધિકારીઓના મતે આગામી એક સપ્તાહ સુધી રાજ્યનું તાપમાન સુકુ રહેશે. વાતાવરણમાં ખાસ કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન છે. જ્યારે 10 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ તાપમાન સામાન્યથી નીચું જોવા મળ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 11, 2025 07:54 AM
Follow Us
Loading...
Unable to load recommendations.