VIDEO : રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, મોટાભાગના શહેરોમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું
વહેલી સવારથી કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાઈ રહ્યા છે. 3.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આ સાથે ડીસામાં 7 ડિગ્રી તાપમાન અને અમદાવાદમાં 7.6 ડિગ્રીએ પારો પહોંચ્યો.
ગુજરાતમાં આજે પણ ઠંડીનો ચમકારો યથાવત છે. વહેલી સવારથી કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાઈ રહ્યા છે. 3.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આ સાથે ડીસામાં 7 ડિગ્રી તાપમાન અને અમદાવાદમાં 7.6 ડિગ્રીએ પારો પહોંચ્યો. રાજકોટમાં 7.3 , ભુજમાં 7.6 ડિગ્રી,વડોદરામાં 10.4 અને સુરતમાં 12.2 ડિગ્રી પારો પહોંચ્યો છે. રાજ્યમાં સતત વધી રહેલી ઠંડીને કારણે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હાડ થીજવતી ઠંડી
કાતિલ ઠંડીનો પ્રકોપને કારણે લોકોએ તાપણાનો સહારો લેવો પડી રહ્યો છે. રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવે હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી હતી. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જોકે હવે હવામાન વિભાગે કહ્યું હતું કે, વેસ્ટર્ન ડી્ટર્બન્સ સક્રિય થયું હોવાથી ઠંડીમાં ઘટાડો થશે.
Latest Videos
Latest News