ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6.9 ડિગ્રી સાથે રાજ્યમાં નલિયા ઠંડુગાર

|

Jan 09, 2022 | 9:59 AM

ગુજરાતમાં ( Gujarat ) ઠંડીનું મોજૂ ફરી વળતા શિયાળો જામ્યો છે. રાજ્યમાં ઠંડીનું જોર વધવા લાગ્યુ છે. રાજ્યના અનેક વિસ્તારમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.

દેશના પહાડી વિસ્તારો જેવા કે કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં જોરદાર હિમવર્ષા (Snowfall) થઈ રહી છે. બીજી તરફ ઉત્તર ભારતના મેદાની વિસ્તારના રાજ્યો, દિલ્હી-NCR, યૂપી, હરિયાણામાં ચોમાસા જેવો ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે પારો નીચે ગગડ્યો છે. મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો (Cold winds) ફુંકાવાને કારણે ગુજરાતમાં પણ ઠંડીની અસર (cold) વર્તાઇ રહી છે.

ગુજરાતમાં (Gujarat) ઠંડીનું મોજૂ ફરી વળતા શિયાળો જામ્યો છે. રાજ્યમાં ઠંડીનું જોર વધવા લાગ્યુ છે. રાજ્યના અનેક વિસ્તારમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. 6.9 ડિગ્રી સાથે રાજ્યમાં નલિયા ઠંડુગાર બની ગયું છે તો હવામાન વિભાગે કચ્છમાં પણ કોલ્ડવેવની આગાહી કરી છે. ભૂજ, કંડલા, અમદાવાદ, ગાંધીનગર, ડીસા, વડોદરા, સુરત, નલિયા, ભાવનગર, અમરેલી, પોરબંદર, રાજકોટ, વેરાવળ, સુરેન્દ્રનગરમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે.

ગુજરાતમાં એક તરફ કમોસમી વરસાદની પણ શક્યતા છે. જેના કારણે પણ હવામાન ખરાબ રહેવાની સંભાવના છે. છેલ્લા ત્રણ -ચાર દિવસથી ગુજરાતના ઘણા વિસ્તારમાં કમોસમી વરસાદ પણ વરસ્યો છે. તેના કારણે પણ ઘણા વિસ્તારમાં તાપમાન ઘટ્યુ છે અને ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.

આ પણ વાંચોઃ થિયેટર અને મલ્ટિપ્લેક્સ માલિકો ચિંતામાં, રાત્રિ કરફ્યૂને કારણે રાત્રી શો રદ થતાં મોટુ નુકસાન

આ પણ વાંચોઃ Kutch: કોરોના સામે લડવા કચ્છનું તંત્ર સજ્જ, પ્રભારી સચિવે કરી તૈયારીઓની સમીક્ષા

Next Video