ગુજરાત (Gujarat) છેલ્લા થોડા દિવસોથી અસહ્ય ઠંડી (cold) નો અનુભવ થઇ રહ્યો હતો. જો કે હાલમાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યુ છે. જેને કારણે અમદાવાદ સહિત રાજ્યમાં લોકો ઠંડીથી રાહત અનુભવી રહ્યા છે. હવામાન વિભાગ (Meteorological Department)ના જણાવ્યા અનુસાર પવનની દિશા બદલાતા હજુ પણ ઠંડી ઘટશે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો હતો. સમગ્ર રાજ્યમાં શીતલહેરનું મોજું ફરી વળ્યું હતુ. ગુજરાતમાં સુસવાટા મારતા પવનો વહીં રહ્યા હતા. જો કે હવે અમદાવાદ સહિત ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. અમદાવાદમાં ઠંડીનું પ્રમાણ 4 ડિગ્રી સુધી ઘટ્યું છે. અમદાવાદમાં તાપમાનનો પારો 12.8 ડિગ્રી નોંધાયો છે.
બીજી તરફ નલિયા 5 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. તો ડીસા અને પાટણમાં પણ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. આગામી 3 દિવસ દરમિયાન ઠંડીનું પ્રમાણ 3થી 5 ડિગ્રી સુધી ઘટવાની આગાહી છે.
મહત્વનું છે કે થોડા દિવસ પહેલા ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડા પવનોને કારણે કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતુ. જો કે હવે હિમવર્ષા બંધ થતા તથા પવનની દિશા બદલાતા લોકોને કડકડતી ઠંડીમાંથી રાહત મળશે.
રાજ્યમાં થોડા દિવસથી ઠંડા પવનો ફુંકાઇ રહ્યા હતા. જેના કારણે ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પવન સારો રહ્યો હતો. ગુજરાતીઓએ સારા પવનના કારણે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણે પતંગ ઉડાવવાની મજા માણી.
આ પણ વાંચો-
આ પણ વાંચો-
Published On - 8:14 am, Mon, 17 January 22