આજનું હવામાન : રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુ ! નલિયામાં નોંધાયુ 11 ડિગ્રી તાપમાન, જુઓ વીડિયો

|

Jan 31, 2024 | 10:18 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે રાજ્યમાં ઠંડીનું જોર ઘટે તેવી સંભાવના છે. આજે અમદાવાદ, ભરુચ, બોટાદ, જામનગર, કચ્છ,મોરબી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે રાજ્યમાં ઠંડીનું જોર ઘટે તેવી સંભાવના છે. આજે અમદાવાદ, ભરુચ, બોટાદ, જામનગર, કચ્છ,મોરબી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. જ્યારે ભાવનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, સુરત,વલસાડ સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ ગીર સોમનાથમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.આ ઉપરાંત અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ,ડાંગ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

સૌથી ઓછું નલિયામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયુ

રાજ્યના શહેરોમાં તાપમાનનો પારો વધ્યો છે. તેમજ ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. અમદાવાદ અને ડીસામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. આ ઉપરાંત વડોદરામાં 17 ડિગ્રી, સુરતમાં 16 ડિગ્રી, રાજકોટ અને અમરેલીમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારો સૌથી ઓછું નલિયામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

 

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video