રસમાં વંદો ? જામનગરના રેસ્ટોરન્ટમાંથી ચોંકાવનારી ઘટના બહાર આવી – જુઓ Video

રસમાં વંદો ? જામનગરના રેસ્ટોરન્ટમાંથી ચોંકાવનારી ઘટના બહાર આવી – જુઓ Video

| Edited By: | Updated on: May 20, 2025 | 5:47 PM

જ્યારે બહાર જમવાનું હોય ત્યારે પહેલા એ જ જોવું પડે છે કે ખાવાનું વાસી તો નથી ને? આ બધું ચકાસ્યા બાદ જ જમવાનું મન થાય છે. મોટાભાગે ફૂડ સેફ્ટી વિભાગના કર્મચારીઓ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરતાં રહે છે તેમ છતાંય ક્યાંક ને ક્યાંક ગંદકી જોવા મળી જાય છે.

જ્યારે બહાર જમવાનું હોય ત્યારે પહેલા એ જ જોવું પડે છે કે ખાવાનું વાસી તો નથી ને ? આ બધું ચકાસ્યા બાદ જ જમવાનું મન થાય છે. મોટાભાગે ફૂડ સેફ્ટી વિભાગના કર્મચારીઓ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરતાં રહે છે તેમ છતાંય ક્યાંકને ક્યાંક ગંદકી જોવા મળી જાય છે. આવો જ એક કિસ્સો જામનગરમાં જોવા મળ્યો છે કે, જ્યાં એક રેસ્ટોરન્ટમાં કેરીના રસમાંથી મરેલો વંદો નીકળી આવ્યો છે.

જામનગર શહેરના લાલ બંગલા સર્કલ નજીક આવેલ ન્યુ ચેતના રેસ્ટોરન્ટમાં કેરીના રસમાંથી વંદો નીકળ્યાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, એક ગ્રાહકે ત્યાં ગુજરાતી થાળી મંગાવી હતી, જેમાં કેરીના રસમાં મૃત વંદો જોવા મળ્યો હતો.

રેસ્ટોરન્ટના માલિકને આ અંગે જાણ કરી હતી પરંતુ માલિક દ્વારા યોગ્ય જવાબ ન મળ્યો હોવાનો આરોપ ગ્રાહકે કર્યો છે. ઘટનાની જાણ તંત્ર સુધી પહોંચતા જામનગર મનપાની ફૂડ શાખા તાત્કાલિક રેસ્ટોરન્ટ પહોંચી અને ચેકિંગની કાર્યવાહી શરૂ કરી હતી. આ ઘટના બાદ ફૂડ વિભાગે રેસ્ટરોરન્ટ સંચાલકને 10 હજારનો દંડ ફટકાર્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો