CM ભૂપેન્દ્ર પટેલની દાહોદ મુલાકાતનો બીજો દિવસ, ગ્રામજનો સાથે જમીન પર બેસી કર્યો સંવાદ, જુઓ Video

CM ભૂપેન્દ્ર પટેલની દાહોદ મુલાકાતનો બીજો દિવસ, ગ્રામજનો સાથે જમીન પર બેસી કર્યો સંવાદ, જુઓ Video

| Edited By: | Updated on: Nov 19, 2026 | 2:56 PM

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ત્રણ દિવસની દાહોદ મુલાકાતે છે. આજે પ્રવાસના બીજા દિવસે તેઓ રતનમહાલના જંગલ વિસ્તારમાં આવેલા ધાનપુરના ભુવેરો ગામમાં પહોંચ્યા હતા. અહીં તેમણે બાબાદેવના સ્થાનકે દર્શન કરી આશીર્વાદ લીધા હતા. મુખ્યપ્રધાને ગામમાં ગ્રામજનો સાથે જમીન પર બેસીને સીધો સંવાદ કર્યો હતો. આ સમય દરમિયાન સ્થાનિક લોકોએ તેમણે સ્થાનિક લોકોની સમસ્યાઓ અને પ્રશ્નો સાંભળ્યા હતા. જુઓ સંપૂર્ણ વીડિયો

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ત્રણ દિવસની દાહોદ મુલાકાતે છે. આજે પ્રવાસના બીજા દિવસે તેઓ રતનમહાલના જંગલ વિસ્તારમાં આવેલા ધાનપુરના ભુવેરો ગામમાં પહોંચ્યા હતા. અહીં તેમણે બાબાદેવના સ્થાનકે દર્શન કરી આશીર્વાદ લીધા હતા. મુખ્યપ્રધાને ગામમાં ગ્રામજનો સાથે જમીન પર બેસીને સીધો સંવાદ કર્યો હતો. આ સમય દરમિયાન સ્થાનિક લોકોએ તેમણે સ્થાનિક લોકોની સમસ્યાઓ અને પ્રશ્નો સાંભળ્યા હતા. મુખ્યપ્રધાનની આ મુલાકાત દરમિયાન ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

સખી મંડળની બહેનો સાથે કર્યો સંવાદ

ભુવેરો ગામમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને સખી મંડળની બહેનો દ્વારા લગાવવામાં આવેલા સ્ટોલની મુલાકાત પણ લીધી હતી. અહીં પ્રાકૃતિક ખેતી અને સ્થાનિક હસ્તકલાની વિવિધ વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ઉપરાંત ખજૂરીના પાનમાંથી બનાવેલી છાબડીઓ, હર્બલ સાબુ અને તીરકામાન જેવી સ્થાનિક બનાવટો નિહાળી હતી. આ સાથે જ સખી મંડળની બહેનો સાથે સંવાદ કરી તેમની પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવી હતી.

આદિવાસી ખેડૂતના ઘરે પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ

દાહોદ પ્રવાસના બીજા દિવસે રતનમહાલથી ગરબાડા જતા સમયે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પીપર ગોટા ગામના એક આદિવાસી ખેડૂતના ઘરે મુલાકાત લીધી હતી. અહીં તેમણે ખેડૂત અને તેમના પરિવાર સાથે ખેતી, બાળકોના અભ્યાસ અને પરિવારની આજીવિકા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. એક નાના આદિવાસી ગામમાં મુખ્યપ્રધાનની આ મુલાકાતને પગલે ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : Breaking News : સુરતના સચિનમાં આવેલ હોજીવાલા રોડ પર કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.