Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક, બજેટ સત્ર અને ટેકાના ભાવ સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા

|

Feb 14, 2023 | 9:26 AM

બુધવારથી 2 દિવસીય MLA પ્રશિક્ષણ વર્ગ હોવાથી આજે કેબિનેટ બેઠક યોજવામાં આ઼વી છે. આ બેઠકમાં બજેટ સત્ર, G-20, ટેકાના ભાવ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાશે. મહત્વનું છે કે બુધવારથી 2 દિવસીય MLA પ્રશિક્ષણ વર્ગ હોવાથી આજે કેબિનેટ બેઠક યોજવામાં આ઼વી છે. આ બેઠકમાં બજેટ સત્ર, G-20, ટેકાના ભાવ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તો સાથે જ ઉનાળામાં પાણીની પરિસ્થિતિ કેવી રહેશે તેના પર પણ અગાઉથી ચર્ચા વિચારણા કરવામાં આવશે.

ચૂંટણી બાદનું પ્રથમ બજેટ

આપને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી યોજાશે. માહિતી મુજબ 24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવશે. વિધાનસભા સત્રમાં 27 બેઠકો મળશે. 25 દિવસ સુધી ચાલનારા બજેટ સત્રમાં 23 ફેબ્રુઆરીએ રાજ્યપાલ સંબોધન કરશે. તો બજેટ પર ચર્ચા અને મતદાન માટે 16 બેઠકો યોજાશે.સરકારી કામકાજ માટે પાંચ બેઠકો મળશે.બજેટ સત્રમાં રોજ પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી રહેશે.

આ બજેટને ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યુ છે. કારણકે તાજેતરમાં જ  વર્ષ 2022ના  ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ ગઇ હતી અને આ નવી સરકારનું પ્રથમ બજેટ હશે. આમ તો ગત વર્ષે પણ કનુ દેસાઇએ જ નાણાંમંત્રી તરીકે બજેટ રજૂ કર્યુ હતુ.  જો કે આ વખતે સ્થિતિ કઇક અલગ હશે. ત્યારે બજેટ માટે સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

 

 

Published On - 8:36 am, Tue, 14 February 23

Next Video