સીએમ ભૂપેન્દ્ર પટેલે સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેકટની સમીક્ષા કરી, રેલ્વે રાજયમંત્રી દર્શના જરદોશે કહ્યું કામ સમયસર પૂર્ણ થશે

|

Dec 26, 2021 | 4:38 PM

ગુજરાત રાજ્ય જમીન અને બાંધકામમાં 72 હજાર કરોડનું રોકાણ કરશે.મહત્વનું છે કે અમદાવાદથી મુંબઇને જોડતી બુલેટ ટ્રેનના રૂટમાં 8 જિલ્લાને આવરી લેવાશે.

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સુરતના વક્તાણા ખાતે ચાલી રહેલા હાઇસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તો આ મુલાકાત સમયે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને રેલ રાજ્યપ્રધાન દર્શના જરદોશ પણ હાજર રહ્યા હતા.મહત્વનું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અત્યાર સુધી 14 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય જમીન અને બાંધકામમાં 72 હજાર કરોડનું રોકાણ કરશે.મહત્વનું છે કે અમદાવાદથી મુંબઇને જોડતી બુલેટ ટ્રેનના રૂટમાં 8 જિલ્લાને આવરી લેવાશે..ત્યારે રેલ રાજ્યપ્રધાન દર્શના જરદોશે નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તેની સમયમર્યાદામાં પૂર્ણ કરાશે.

તમને જણાવી દઈએ કે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Ahmedabad- Mumbai Bullet Train project) નું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે. થોડા દિવસો પહેલા જ કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnav) આ નિવેદન આપ્યું હતું. દાદરાનગર હવેલીની મુલાકાતે આવેલા રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ વાત જણાવી હતી. અમદાવાદ અને મુંબઈ વચ્ચે 508 કિલોમીટર લાંબી બુલેટ ટ્રેન લાઈન બનવા જઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ બાંધકામની કામગીરી શરૂ થઈ ગઈ છે.

લવે મંત્રીએ માહિતી આપતા જણાવ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, પ્રોજેક્ટ માટે દર મહિને 50 પીલર બનાવવાની કામગીરી હાથ ધરાશે.

આ  પણ વાંચો : વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને તડામાર તૈયારીઓ, અમદાવાદ એરપોર્ટ પર રોડ રીસરફેસિંગ કામ શરૂ

આ પણ વાંચો : સાબરમતી નદીની સફાઇમાં કોર્પોરેશનની બેદરકારી, નદી ઉત્સવમાં સફાઇ માટે એક જ દિવસની ફાળવણી

Published On - 4:28 pm, Sun, 26 December 21

Next Video