Narmada: CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો ચિંતન શિબિરનો પ્રારંભ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, યોગા વે ઓફ લાઈફ પર આપ્યું વક્તવ્ય

|

May 19, 2023 | 8:47 PM

રાજ્ય સરકારની 10મી ચિંતન શિબિરનો પ્રારંભ મુખ્યપ્રધાન, મંત્રીમંડળ તેમજ ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં પ્રારંભ કરાવ્યો છે, ત્રણ દિવસીય શિબિરમાં રાજ્યના વિવિધ મુદ્દાઓ પર ચિંતન થશે.

નર્મદાના કેવડિયામાં ભૂપેન્દ્ર પટેલ સરકારની પ્રથમ ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નાણાપ્રધાન કનુ દેસાઇના પ્રવચનથી ચિંતન શિબિરની શરૂઆત થઇ. ત્રણ દિવસ સુધી ચાલનારી ચિંતન શિબિરમાં રાજ્ય સરકારનું સમગ્ર મંત્રીમંડળ, સચિવો, અગ્ર સચિવો, જિલ્લા કલેક્ટર, DDO, મનપાના કમિશનર અને વિવિધ ખાતાના વડાઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો : હેડ ક્લાર્ક, સિનિયર કલાર્ક તેમજ જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા માટે નવા નિયમ જાહેર, જાણો નવા નિયમો

ચિંતન શિબિરમાં મુખ્યત્વે પાંચ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. જેમાં આરોગ્ય અને પોષણ, શહેરીકરણ અને માળખાકીય વિકાસ, કર્મચારીઓને તાલીમ અને ક્ષમતાનિર્માણ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય વિકાસ ક્ષમતાનિર્માણ જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્ટ્રેસ મેનેજમેન્ટ, યોગા વે ઓફ લાઇફ પર વક્તવ્ય યોજાશે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત ટેકનિકલ પરિવર્તનના સંદર્ભમાં પણ પેનલ ચર્ચા થશે.

નર્મદા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:10 pm, Fri, 19 May 23

Next Video