Gujarati Video: ગુજરાતના સાંસદ સહિત CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા PM નિવાસ સ્થાને, બેઠકનો દોર શરૂ

Gujarati Video: ગુજરાતના સાંસદ સહિત CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા PM નિવાસ સ્થાને, બેઠકનો દોર શરૂ

| Edited By: | Updated on: Mar 21, 2023 | 8:15 PM

આગામી લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતની 26 બેઠકો માટે પણ આ બેઠકમાં મંથન કરવામાં આવશે. આ બેઠકમાં ગુજરાતના તમામ સાંસદ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે.

ગુજરાતના સાંસદો હાલ વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને પહોંચી ગયા છે. તો સાથે CM ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે. આ બેઠકમાં ગુજરાતની વર્તમાન સ્થિતિને લઈ ચર્ચા કરવામા આવશે. મહત્વનું છે આગામી લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતની 26 બેઠકો માટે આ બેઠકમાં મંથન કરવામાં આવશે. આ બેઠકમાં ગુજરાતના તમામ સાંસદ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા છે.

ગુજરાતની 26 બેઠકો માટે બેઠકમાં મંથન કરવામાં આવશે

આપને જણાવી દઈએ કે, ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠક પર જીત મેળવી હતી. ત્યારે આગામી ચૂંટણીમાં પણ આવી જ ઐતિહાસિક જીત મળે તેને લઈને રણનીતિ બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠક પર ભાજપ જીત્યું હતુ. તેથી લોકસભામાં પણ આ પ્રકારની જીત મળે તે માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર, ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, કન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સહિત તમામ સાંસદો આ બેઠકમાં હાજર છે. આથી આ બેઠકમાં લોકસભાની આગામી રણનિતી નક્કી કરવામાં આવશે.