Monsoon 2023: ગીર સોમનાથમાં આભ ફાટ્યું, સુત્રાપાડામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા-મકાન અને આરોગ્ય કેન્દ્રમાં ભરાયા પાણી, જુઓ Video

Gir Somnath: ગીર સોમનાથના સુત્રાપાડા વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. આ વિસ્તારમાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે. પ્રશ્નાવાડા ગામમાં પણ ભારે વરસાદને લઈ પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 9:21 PM

 

ગીર સોમનાથ માં આભ ફાટ્યા જેવી સ્થિતી સર્જાઈ છે. ગીર સોમનાથના સુત્રાપાડા વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. આ વિસ્તારમાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે. પ્રશ્નાવાડા ગામમાં પણ ભારે વરસાદને લઈ પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે. સુત્રાપાડા વિસ્તાર જળમગ્ન બન્યો છે. વિસ્તારમાં રસ્તાઓ અને મકાનની ઓસરીઓ અને સરકારી કચેરીઓના આંગણાઓમાં પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. સુત્રાપાડા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાને લઈ સ્થાનિકો પરેશાન બન્યા હતા.

સુત્રાપાડા વિસ્તારના રસ્તાઓ નદીઓ સ્વરુપ જોવા મળી રહ્યા હતા. આ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રથી લઈને અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. રસ્તાઓ પર પાણી વહી રહ્યા હતા. કમર સમા પાણી રસ્તાઓ પર ભરાયા હતા. નિચાણવાળા વિસ્તારોના ઘરમાં પણ પાણી ભરાયા હતા. નિચાણવાળા વિસ્તારના લોકોએ કપરી પરિસ્થિતીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

 

આ પણ વાંચો : Gujarat Video: હિંમતનગરમાં ડોક્ટર ગર્ભ પરિક્ષણ કરતા ઝડપાયો, 572 કિમી દૂરથી આવેલી ટીમે છટકુ સફળ કર્યુ

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">