Sabarkantha: હિંમતનગરમાં સફાઈ મહાઅભિયાનનો કરાયો પ્રારંભ, 6 દિવસ મોટી મશીનરીઓ વડે સ્વચ્છતા હાથ ધરાશે, જુઓ Video

|

Oct 06, 2023 | 10:58 PM

સાબરકાંઠા જિલ્લ્લાના હિંમતનગર શહેરમાં છ દિવસનુ સફાઈ મહાઅભિયાનની શરુઆત કરવામાં આવી છે. શહેરમાં એક સપ્તાહ સુધી સફાઈનુ મહાઅભિયાન ચાલશે અને શહેરના તમામ રસ્તાઓને ચોખ્ખા કરી દેવામાં આવશે. જેમાં પાલિકા વિસ્તાર સહિત શહેરના તમામ વિસ્તારોને એક સ્વચ્છ કરી દેવામાં આવશે. આ માટે મોટા પાયે મશીનરી ખડકી દેવામાં આવી છે અને તમામ વોર્ડ મુજબ ટીમો બનાવીને સફાઈ અભિયાન શરુ કરવામાં આવ્યુ છે.

સાબરકાંઠા જિલ્લ્લાના હિંમતનગર શહેરમાં છ દિવસનુ સફાઈ મહાઅભિયાનની શરુઆત કરવામાં આવી છે. શહેરમાં એક સપ્તાહ સુધી સફાઈનુ મહાઅભિયાન ચાલશે અને શહેરના તમામ રસ્તાઓને ચોખ્ખા કરી દેવામાં આવશે. જેમાં પાલિકા વિસ્તાર સહિત શહેરના તમામ વિસ્તારોને એક સ્વચ્છ કરી દેવામાં આવશે. આ માટે મોટા પાયે મશીનરી ખડકી દેવામાં આવી છે અને તમામ વોર્ડ મુજબ ટીમો બનાવીને સફાઈ અભિયાન શરુ કરવામાં આવ્યુ છે. નરેન્દ્ર મોદીએ આપેલા સ્વચ્છ ભારતના સૂત્રને સાર્થક કરવા માટે 2 ઓક્ટોબરે હિંમતનગરના પૂર્વ ધારાસભ્ય અને લક્ષદ્વીપ, દીવ દમણના પ્રશાસક પ્રફુલ પટેલે સ્વચ્છતા માટે સફાઈ મહાઅભિયાન માટે આહ્વાન કર્યુ હતુ.

આ પણ વાંચોઃ Aravalli: મોડાસામાં વિરોધ વચ્ચે તંત્ર દ્વારા જમીન માપણી, પોલીસનો ખડાકાયો હતો મોટો કાફલો, જુઓ Video

જેને પગલે જિલ્લાના અને શહેરના મહત્વના કોન્ટ્રાક્ટરો અને સંસ્થાઓ દ્વારા જાતે જ આ અભિયાનમાં જોડાઈ જવા માટે ભાવ દર્શાવ્યો હતો. જિલ્લા ક્લેકટર અને નગરપાલિકા પ્રમુખ અને સદસ્યોએ સાથે મળીને પ્રફુલ પટેલે આપેલા માર્ગદર્શન મુજબ સફાઈ અભિયાનની શરુઆત કરી હતી. હિંમતનગરના ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. તેઓ દ્વારા સમગ્ર અભિયાનની દેખરેખ ઝીવણટભરી રાખવામાં આવી રહી છે.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:12 pm, Fri, 6 October 23

Next Video