Aravalli: મોડાસામાં વિરોધ વચ્ચે તંત્ર દ્વારા જમીન માપણી, પોલીસનો ખડાકાયો હતો મોટો કાફલો, જુઓ Video
અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા અમરાપુરમાં છેલ્લા કેટલાક દિવસથી જમીન વિવાદ ચાલી રહ્યો છે. માઝૂમ ડેમમાં ડૂબમાં જમીન ગુમાવેલ ખેડૂતોને નવી જમીન ફાળવણી કરવામાં આવી હતી. અન્ય જમીન ફાળવણી કરાયેલ જમીનના સ્થળે અન્ય વધુ એક જમીન ફાળવણીનો હુકમ કરાતા વિરોધ સર્જાયો છે. સ્થળ પર જમીનનો કબ્જો અપાવવા માટે તંત્ર દ્વારા જમીન માપણીની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Video ધાર્મિક સંસ્થાઓ Amul પાસેથી ઓછા ભાવે સીધુ ઘી ખરીદે છે, અંબાજીમાં કેમ બહારથી ખરીદ કર્યુ? મોટો સવાલ
તંત્રનો મોટો કાફલો શુક્રવારે વહેલી સવારે જ સ્થળ પર પહોંચ્યો હતો. આ માટે સ્થળ પર મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. સ્થાનિક પ્રાંત અધિકારીએ મીડિયા સમક્ષ બતાવ્યુ હતુ કે, એક વ્યક્તિને જમીન ફાળવણી કરવામાં આવે છે. જ્યાં જમીનની માપણીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે કાર્યવાહીનો વિરોધ કરતા 50 લોકોની અટકાયત કરી હતી. જેમાંથી 2 લોકોને સ્થાનિક મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News