Class 12 Board Result 2025: ફરી વિદ્યાર્થીઓ કરતાં વિધાર્થિનીઓએ પરિણામમાં મારી બાજી!

Class 12 Board Result 2025: ફરી વિદ્યાર્થીઓ કરતાં વિધાર્થિનીઓએ પરિણામમાં મારી બાજી!

| Edited By: | Updated on: May 05, 2025 | 12:48 PM

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા 5 મે 2025ના રોજ ધોરણ 12ના વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. આ વર્ષે પણ પાછલા વર્ષોની પરંપરા જાળવી રાખતાં વિધાર્થિનીઓએ વિદ્યાર્થીઓ કરતાં શ્રેષ્ઠ પરિણામ આપ્યું છે.

વિજ્ઞાન પ્રવાહમાં વિધાર્થિનીઓ રહી સમકક્ષ

વિજ્ઞાન પ્રવાહમાં કુલ પરિણામ 83.51% રહ્યું છે. જેમાં વિધાર્થીઓનું પરિણામ 83.79% જ્યારે વિધાર્થિનીઓનું પરિણામ 83.20% આવ્યું છે. આ રીતે વિધાર્થિનીઓ વિધાર્થીઓ લગભગ સરખું પરિણામ મેળવ્યું છે.

સામાન્ય પ્રવાહમાં પણ વિધાર્થિનીઓની દમદાર હાજરી

સામાન્ય પ્રવાહમાં કુલ પરિણામ 93.07% રહ્યું છે. જેમાં વિધાર્થીઓનું પરિણામ 90.78% અને વિધાર્થિનીઓનું પરિણામ 95.23% આવ્યું છે. વિધાર્થીનીઓ અહીં પણ વિધાર્થીઓ કરતાં 4.45 ટકા વધુ પરિણામ સાથે આગળ રહી છે.

જિલ્લાવાર પર્સેન્ટાઇલ નજરે કરીએ તો

સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા રહ્યો છે, જ્યાં 97.20% પરિણામ નોંધાયું છે.જ્યારે સૌથી ઓછું પરિણામ વડોદરા અને દાહોદ જિલ્લામાં નોંધાયું છે, જે 87.77% છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us