Rajkot : ગોંડલમાં શોભાયાત્રા દરમિયાન મારામારી, પોલીસની હાજરીમાં જ સ્ટંટબાજો બેફામ બન્યા, જુઓ Video
ગોંડલમાં શોભાયાત્રામાં બાઇકચાલકો જીવના જોખમે સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. તો આ સ્ટંટબાજી દરમિયાન મારામારી થઈ હોવાની ઘટના સામે આવી હતી. પોલીસની હાજરીમાં જ સ્ટંટબાજો બફામ બનતા શોભાયાત્રામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા હતા.
Rajkot : રાજકોટના ગોંડલમાં જન્માષ્ટમીને (Janmashtami) લઈ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ધાર્મિક, દેશભક્તિ અને સંસ્કૃતિને ઉજાગર કરતા 45થી વધુ ફ્લોટ્સ સાથે યાત્રા યોજાઈ હતી. શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો તેમ છતાં શોભાયાત્રા દરમિયાન મારામારીની ઘટના સામે આવી હતી.
શોભાયાત્રામાં બાઇકચાલકો જીવના જોખમે સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. તો આ સ્ટંટબાજી દરમિયાન મારામારી થઈ હોવાની ઘટના સામે આવી હતી. પોલીસની હાજરીમાં જ સ્ટંટબાજો બફામ બનતા શોભાયાત્રામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા હતા.
Published on: Sep 07, 2023 04:43 PM
Latest Videos