Kutch: દરિયાઈ સરહદ પર ભારત-પાકિસ્તાનના સૈનિકો આમને સામને આવી ગયાનો વીડિયો વાયરલ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Mar 09, 2022 | 11:33 AM

વીડિયોમાં ભારત અને પાકિસ્તાનના જવાનો હથિયાર સાથે આમને સામને જોવા મળી રહ્યા છે. ભારત અને પાકિસ્તાનના જવાનો આ રીતે એકબીજાની સામે જોવા મળતા હોય તેવો કદાચ આ પહેલો વીડિયો હોવાનું મનાઇ રહ્યુ છે.

દરિયાઇ સરહદ (Maritime border)માં ક્યારેય ન જોવા મળ્યા હોય તેવા ભારત- પાકિસ્તાન સૈનિકો (India-Pakistan Soldiers)ના દ્રશ્યો સામે આવ્યા છે. સોશિયલ મીડિયામાં દરિયાઈ સરહદ પર ભારત-પાકિસ્તાનના સૈનિકો આમને સામને આવી ગયા હોવાનો એક વીડિયો વાયરલ (Video viral) થયો છે. જો કે વીડિયોના ચોક્કસ સ્થળ અને સમય અંગે કોઈ માહિતી હજુ પ્રાપ્ત થઇ નથી.

દરિયાની સરહદમાં ઇતિહાસમાં જોવા ન મળી હોય તેવી ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે. ભારત અને પાકિસ્તાનના સૈનિકોના સામનાનો વીડિયો સામે આવ્યો છે. પાકિસ્તાનની બોટ સામે ભારતના BSFના જવાનોની બોટ હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યુ છે. આ વીડિયોમાં BSFના જવાનો ‘જય શ્રી રામ’ના નારા લગાવી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.

વીડિયોમાં ભારત અને પાકિસ્તાનના જવાનો હથિયાર સાથે આમને સામને જોવા મળી રહ્યા છે. ભારત અને પાકિસ્તાનના જવાનો આ રીતે એકબીજાની સામે જોવા મળતા હોય તેવો કદાચ આ પહેલો વીડિયો હોવાનું મનાઇ રહ્યુ છે. પ્રાથમિક ધોરણ આ વીડિયો કચ્છ નજીકની દરિયાઈ સરહદનો હોવાનું અનુમાન છે. જો કે વીડિયોના ચોક્કસ સ્થળ અને સમય અંગે કોઈ પુષ્ટિ થઇ નથી.

મહત્વનું છે કે કચ્છ નજીકની દરિયાઈ સરહદ પર છેલ્લા કેટલાક સમયથી ભારતીય માછીમારોના અપહરણની અનેક ઘટનાઓ બની છે. જે પછી કચ્છ સરહદ પર ભારતીય મરીન પોલીસનું પેટ્રોલિંગ પણ વધી ગયુ છે. આ વચ્ચે વીડિયો વાયરલ થતા લોકોમાં કુતુહલ જાગ્યુ છે.

આ પણ વાંચો-

Banaskantha: પશુપાલનના વ્યવસાયમાં કરોડો રૂપિયા કમાતી બનાસ ડેરીની મહિલા પશુપાલકોનું મહિલા દિને શક્તિ પ્રદર્શન

આ પણ વાંચો-

Ahmedabad: કોર્પોરેશનના વિવાદીત અધિકારીને ફરી ફરજ પર લેવાતા મહિલા કર્મચારીઓમાં રોષ, મેયર ઓફિસે પહોંચી વિરોધ નોંધાવ્યો

Published on: Mar 09, 2022 09:13 AM