વડોદરાની MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના બે ગૃપ વચ્ચે છુટા હાથની મારામારી, જુઓ Video

| Edited By: | Updated on: Apr 01, 2023 | 6:00 PM

Vadodara: MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના બે ગૃપ વચ્ચે છુટા હાથની મારામારીના દૃશ્યો સામે આવ્યા છે. પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓએ જાહેર રોડ પર મારામારી કરી હતી. બ્રિજની નીચે વિદ્યાર્થીઓના બે ગૃપ વચ્ચે કોઈ કારણોસર વિવાદ થતા મારામારી થઈ હતી.

વડોદરાની ખ્યાતનામ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ જાહેર રોડ પર મારામારી કરતા હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. વિદ્યાર્થીઓના બે ગૃપ વચ્ચે મારામારી થઈ હતી. MS યુનિવર્સિટીના પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓએ જાહેર રોડ પર મારામારી કરી હતી. બ્રિજની નીચે કોઈ વિવાદને લઈને વિદ્યાર્થીઓના બે ગૃપ બાખડી પડ્યા હતા અને જાહેર રોડ પર મારામારી કરવા લાગ્યા હતા. જાહેર રોડ પર વિદ્યાર્થીઓની મારામારીની ઘટનાને કારણે રાહદારીઓ પણ પરેશાન થયા હતા.

યુનિવર્સિટીના જૂદા જૂદા વિદ્યાર્થી જૂથો વચ્ચે અવારનવાર સામાન્ય બાબતે પણ છુટા હાથની મારામારી અને વિવાદ થતા રહે છે. આ જ પ્રકારની મારામારી યુનિવર્સિટી નજીક આવેલા બ્રિજ નીચે થઈ હતી. વિદ્યાર્થીઓ એટલા ઉગ્ર થઈ ગયા હતા કે ઝપાઝપીમાં એક વિદ્યાર્થીનો શર્ટ પણ ફાડી નાખ્યો હતો.

ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની ચુકી છે. યુનિવર્સિટીમાં આવી મારામારી વિદ્યાર્થીઓ માટે સામાન્ય બની ગઈ છે જો કે બાદમાં વિજિલન્સ અને સિક્યુરિટી વિભાગ પર દોષારોપણ કરવામાં આવતુ હોય છે. જો કે આ મારામારીની ઘટના યુનિવર્સિટીની બહાર બની હોવાના કારણે હજુ સુધી યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા સત્તાવાર રીતે આ બાબતે કંઈ નિવેદન આપવામાં આવ્યુ નથી.

આ પણ વાંચો: વર્લ્ડ સાયન્ટિફિક રેન્કિંગ જાહેર, ગુજરાતની 32 યુનિવર્સિટીનું રેન્કિંગમાં સ્થાન, ગુજરાતની ટોપ ટેનમાં ચાર અમદાવાદની સંસ્થા

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…