હિંમતનગરમાં બિસ્માર રસ્તાઓથી પ્રજા પરેશાન, રસ્તાઓનું સમારકામ કરવામાં તંત્ર નિષ્ફળ હોવાનો દાવો, જુઓ Video

હિંમતનગરમાં બિસ્માર રસ્તાઓથી પ્રજા પરેશાન, રસ્તાઓનું સમારકામ કરવામાં તંત્ર નિષ્ફળ હોવાનો દાવો, જુઓ Video

| Edited By: | Updated on: Mar 05, 2025 | 10:47 AM

હિંમતનગરમાં વિકાસના દાવાઓ પોકાળ સાબિત થઈ રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. કારણ છે બિસમાર રસ્તાઓ છેલ્લા 10 વર્ષથી નવા અને પહોળા માર્ગની રાહ જોવાઈ રહી છે. એટલું જ નહીં અગાઉ નિર્માણ થયેલા રસ્તાઓ કેટલાક વર્ષોથી ખખડધજ બન્યા છે.

હિંમતનગરમાં વિકાસના દાવાઓ પોકાળ સાબિત થઈ રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. કારણ છે બિસ્માર રસ્તાઓ છેલ્લા 10 વર્ષથી નવા અને પહોળા માર્ગની રાહ જોવાઈ રહી છે. એટલું જ નહીં અગાઉ નિર્માણ થયેલા રસ્તાઓ કેટલાક વર્ષોથી ખખડધજ બન્યા છે. હિંમતનગરના મહત્વના વિસ્તાર એટલે કે મહાવીરનગર, મહાકાળી મંદિર રોડ અને ગાયત્રી મંદિર રોડ જ્યાં ઉદ્યોગપતિથી લઈ આગેવાનો રહે છે. છતાં રસ્તાઓની હાલત બિસ્માર છે અનેકવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન કરી રહ્યાં હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

હિંમતનગરમાં બિસ્માર રસ્તાઓથી હાલાકી

મહત્વનું છે કે સ્વચ્છતાની વાતોમાં પ્રથમ નંબરે આવતી પાલિકા રસ્તાઓના સમારકામમાં નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. તો વિપક્ષ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરાયું છે. છતાં કામગીરી કરવામાં આવી નથી. ચોમાસામાં ગટરો ઉભરાય તો પાણી ભરાવાની ફરિયાદો થાય છે. તો પાલિકા દ્વારા ગટરની કામગીરી યોગ્ય ચાલી રહી હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યાં છે.