અમદાવાદ : કબૂતરબાજી કરતી કન્સલ્ટન્સી પર CID ક્રાઇમના દરોડા,બે ટ્રક ભરીને સામાન જપ્ત, જુઓ વીડિયો

અમદાવાદ : કબૂતરબાજી કરતી કન્સલ્ટન્સી પર CID ક્રાઇમના દરોડા,બે ટ્રક ભરીને સામાન જપ્ત, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Dec 25, 2023 | 10:15 AM

CID ક્રાઇમ દ્વારા એક પછી એક અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં વિવધ સ્થળો પર વિઝા કન્સલ્ટન્સી ઓફિસોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં પણ કબૂતરબાજી કરતી કન્સલ્ટન્સી પર તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાંથી ડુપ્લિકેટ માર્કશિટ સહિત અનેક દસ્તાવેજો જપ્ત કરાયા છે.

ખોટી રીતે વિઝા બનાવનાર કન્સલ્ટન્સી ઓફિસો સામે ક્રાઇમ બ્રાન્ચ તવાઇ બોલાવી રહ્યુ છે, ત્યારે અમદાવાદમાં કબૂતરબાજી કરતી કન્સલ્ટન્સી પર CID ક્રાઇમે દરોડા પાડ્યા છે. નવરંગપુરા વિસ્તારમાં આવેલી કન્સલ્ટન્સીમાં કૌભાંડ ચાલતુ હોવાની બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ માર્કશીટ ઝડપાઇ છે.

આ પણ વાંચો-બુલેટ ટ્રેન: સુરત સ્ટેશનને હીરા ચમકાવશે તો અમદાવાદમાં હશે ગાંધીજીનો ચરખો, જાણો કઈ થીમ પર બનશે બુલેટ ટ્રેનના 12 સ્ટેશન

ડુપ્લિકેટ માર્કશિટ સહિત અનેક દસ્તાવેજો જપ્ત

CID ક્રાઇમ દ્વારા એક પછી એક અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં વિવધ સ્થળો પર વિઝા કન્સલ્ટન્સી ઓફિસોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં પણ કબૂતરબાજી કરતી કન્સલ્ટન્સી પર તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાંથી ડુપ્લિકેટ માર્કશિટ સહિત અનેક દસ્તાવેજો જપ્ત કરાયા છે. CID ક્રાઇમે અહીંથી 2 ટ્રક ભરાય તેટલો સામાન કબ્જે કર્યો છે. કબૂતરબાજીમાં સામેલ બે લોકો સ્નેહલ અને દિપક પટેલની ધરપકડ કરવામાં આવી છે અને 5 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દરોડામાં શું ઝડપાયું ?

CID ક્રાઇમ દ્વારા કરાયેલા દરોડામાં 10 કરતા વધુ મોબાઇલ જપ્ત કરાયા છે. કાર્યરત હાલતમાં 3થી વધુ લેપટોપ પણ જપ્ત કરવામાં આવ્યા છે. તો બંધ હાલતના 5 લેપટોપ, 2 ચેકબુક, 17 કોમ્પ્યુટર અને 33 જેટલા લેટરપેડ પણ મળી આવ્યા છે. 10થી વધુ યુનિવર્સિટીની નકલી માર્કશિટ, નોકરીના અનુભવના બોગસ લેટર, ફિંગરપ્રિન્ટ વાળુ લોકર અને રોકડ જપ્ત સહિત 2 ટ્રક ભરાય તેટલો સામાન જપ્ત કરાયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો