Vadodara : બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, બિહારથી મુંબઈ જતી ટ્રેનમાંથી 16 સગીર સહિત 41 લોકોનું કરાયુ રેસ્ક્યૂ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 17, 2025 | 3:05 PM

ગુજરાતમાં ફરી એક વાર બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત હોય કે અન્ય રાજ્યોમાં પણ કેટલીક વાર આરોપીઓ બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કે મજૂરી કરવા મજબૂર કરતા હોય છે. ત્યારે વડોદરામાંથી બાળ તસ્કરીનો પર્દાફાશ કર્યો છે.

ગુજરાતમાં ફરી એક વાર બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત હોય કે અન્ય રાજ્યોમાં પણ કેટલીક વાર આરોપીઓ બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કે મજૂરી કરવા મજબૂર કરતા હોય છે. ત્યારે વડોદરામાંથી બાળ તસ્કરીનો પર્દાફાશ કર્યો છે. વડોદરામાં રેલવે પોલીસે આ સમગ્ર ઘટનામાં મોટી કાર્યવાહી હાથ ધરી છે.

બિહારથી મુંબઈ જતી ટ્રેનમાંથી 16 સગીર સહિત 41 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. બાતમીના આધારે વડોદરા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને 16 સગીર સહિત 41 લોકોનું રેસ્ક્યું કર્યું છે. રેસ્ક્યૂ કરાયેલા બાળકોને બાળ રિમાન્ડ હોમ મોકલાયા છે. બાળકોને મજૂરી માટે સુરત, મુંબઈ મોકલતા હોવાનો પર્દાફાશ થયો છે. બાળકો બિહાર અને મધ્યપ્રદેશના હોવાનો ખુલાસો થયો છે.

વડોદરા રેલવે પોલીસને પ્રયાસ જુવેનાઈલ સંસ્થા તરફથી બાતમી મળી હતી કે બિહારથી મુંબઈ સેન્ટ્રલ જતી ટ્રેનમાં બાળ તસ્કરી થઈ રહી છે. ત્યારે વડોદરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ટ્રેનમાંથી 41 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું છે. જેમાંથી 16 સગીર સહિત 41 લોકોનું રેસ્ક્યું કર્યું છે.જ્યારે અન્યની ઉંમર 18-19ની આસપાસ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો