R&B ની કામગીરી સામે સવાલ, વલસાડમાં બાળકો પાસે કાળી મજૂરી કરાવવા બદલ જવાબદાર કોણ ?

R&B ની કામગીરી સામે સવાલ, વલસાડમાં બાળકો પાસે કાળી મજૂરી કરાવવા બદલ જવાબદાર કોણ ?

| Edited By: | Updated on: Oct 28, 2023 | 7:48 PM

દેશમાં કાયદાકીય રીતે બાલ મજૂરી એ ગેરકાયદેસર છે. પરંતુ વલસાડમાં આ કાયદાના લીરે લીરા ઊડ્યાં હોવાનું સામે આવ્યું છે. R&B ના વલસાડ ખાતે ચાલતા કામમાં બાળ મજુરીને લઈ લોકોમાં રોષ વ્યાપ્યો છે. આખરે શા માટે બાળકો પાસે કાળી મજૂરી કરાવવામાં આવી તેને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

વલસાડ સ્ટેટ હાઈવેની કામગીરીમાં બાળ મજૂરી કરાવાતો વીડિયો વાયરલ થયો છે. બાળમજૂરી એ કાયદાકીય રીતે ગેર કાનૂની માનવમાં આવે છે. ત્યારે વલસાડમાં R&B કંપનીના રસ્તા બનાવવાના ચાલતા કામમાં બાળ મજૂરી કરાવાઈ હોવાનો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા બાળકો પાસે કામ કરાવવાનો વીડિયો વાયરલ થતાં R&B ની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચો : Valsad News : ઘાસના મેદાનમાંથી મળેલા બાળકીના મૃતદેહનો ભેદ ઉકેલાયો, CCTV ફૂટેજના આધારે ઝડપાયો આરોપી

નાના બાળકો પાસે ગરમ ડામર ઉચકવાની કામગીરી કરાવવામાં આવતી હોવાનો જે વીડિયો સામે આવ્યો હતો. બાળકો પાસે કાળી મજૂરી શા માટે કરાવાઈ ? તેને લઈને પણ કેટલાક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. હવે આ બાળકો પાસે ગેરકાયદેસર કામ કરાવનારા લોકો સામે કાર્યવાહી થશે કે કેમ તે હવે જોવું રહ્યું.

વલસાડ જિલ્લા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો