Valsad: કચી ગામમાં સ્વિમિંગ પુલમાં ડૂબવાથી બાળકનું મોત, જુઓ Video

Valsad: કચી ગામમાં સ્વિમિંગ પુલમાં ડૂબવાથી બાળકનું મોત, જુઓ Video

| Edited By: | Updated on: Jun 05, 2023 | 11:51 PM

દમણના સાંસદના ફાર્મ હાઉસમાં બાળકનું આકસ્મિક મોતની ઘટના સામે આવી છે. પરિવાર સાથે આવેલા 15 વર્ષીય કિશોરનું સ્વિમિંગ પુલમાં ન્હાવા પડ્યા બાદ ડૂબી જવાથી મોત.

Valsad: દમણના કચી ગામે સ્વિમિંગપુલમાં ડૂબી જવાથી બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સાંસદ લાલુ પટેલના ફાર્મ હાઉસ પર બની છે. ઉમરસાડીનો પટેલ પરિવાર સાંસદના ફાર્મ હાઉસ પર ફરવા આવ્યો હતો અને અન્ય પરિવાર બીજા કાર્યક્રમમાં વ્યસ્ત હતા. તે સમયે બાળકો સ્વિમિંગપુલમાં નાહવા પડયા હતા. જયાં 15 વર્ષના નિવ પટેલ નામના બાળકનું મોત નીપજયું. બનાવને પગલે પટેલ પરિવારમાં શોકનો માહોલ છવાયો. દમણ કોસ્ટલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : સંબંધો થયા લોહીલુહાણ, સાળો જ બની ગયો બનેવીના જીવનો દુશ્મન અને બનેવીને ઉતારી દીધો મોતને ઘાટ, જુઓ video

પારડીના ઉમરસાડીનો પટેલ પરિવાર પારિવારિક કાર્યક્રમ માટે દમણના કચિગામ સ્થિત સાંસદ લાલુ પટેલના ફાર્મ હાઉસ પર આવ્યો હતો. ઉમરસાડીના પરિવાર ઉપરાંત અન્ય પરિવારો પણ કાર્યક્રમમાં આવ્યા હતા. જેમાં ઉમરસાડીના પરિવારના 15 વર્ષીય નીવ પટેલ નામનો કિશોર સ્વિમિંગ પુલમાં ન્હાવા પડ્યા બાદ ડૂબી જતા મોત નિપજ્યું હતું. ઘટના અંગે દમણ કોસ્ટલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડ  સહિત ગુજરાત ના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 05, 2023 11:47 PM