TV9ના નવા સ્ટુડિયોના ઉદ્ઘાટન પ્રસંગે CMએ કહ્યું- ગુજરાતે જેમ વિકાસમાં નવી ઉડાન ભરી છે, તેમ TV9 પણ નવી ઉંચાઈ આંબવા જઈ રહ્યું છે, જુઓ Video

| Edited By: | Updated on: Jul 08, 2023 | 12:00 PM

TV9 ગુજરાતીના હાઇટેક સ્ટુડિયોનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જેમ ગુજરાતે વિકાસમાં નવી ઉડાન ભરી છે, એજ રીતે TV9 પણ નવી ઉડાન ભરવા જઈ રહ્યું છે.

Ahmedabad: TV9 ગુજરાતીના હાઇટેક સ્ટુડિયોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Bhupendra Patel) હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જેમ ગુજરાતે વિકાસમાં નવી ઉડાન ભરી છે, એજ રીતે TV9 પણ નવી ઉડાન ભરવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો Breaking News : TV9 ગુજરાતીના હાઇટેક સ્ટુડિયોનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયુ ઉદ્ઘાટન, જૂઓ Video

ગુજરાતે દરેક ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસની નવી કેડી કંડારી વિકાસના નવા સોપાનો પ્રસ્થાપિત કર્યા છે, ત્યારે ગુજરાતી ન્યૂઝ ચેનલની અગ્રણી TV9 ચેનલ પણ એક નવી કેડી કંડારી રહી છે. TV9 તેના આધુનિક સ્ટુડિયો અને નવા રંગરૂપ સાથે નવી ઉડાન ભરવા જઈ રહ્યું છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું ગુજરાત જે રીતે સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસ થકી વિકાસના પથ પર આગળ વધી રહ્યું છે, ત્યારે અપેક્ષા રાખું છે કે TV9 પણ એક સફળ સમાચાર માધ્યમ તરીકે પોતાનું આ કાર્ય અવિરત કરતું રહેશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે TV9 જ્યારે નવા સ્ટુડિયો સાથે લોકો સમક્ષ જઈ રહ્યુ છે, ત્યારે તેમને નવા સોપાનો સર કરવા ખૂબ ખૂબ અભિનંદન.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો