Ahmedabad: મુખ્યપ્રધાન શહીદ મહિપાલસિંહના પરિવારને મળ્યા, 1 કરોડ રૂપિયાની સહાયનો ચેક કર્યો અર્પણ, જુઓ Video
આ પ્રસંગે પ્રધાન જગદીશ વિશ્વકર્મા, ધારાસભ્ય બાબુસિંહ જાદવ અને ધારાસભ્ય કિરીટસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા. જવાન મહિપાલસિંહ વાળા જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથે અઠડામણમાં શહીદ થયા હતા. શહીદોના પરિવારે સહકાર બદલ રાજ્ય સરકાર અને રાજ્યની જનતાનો આભાર માન્યો હતો. શહીદ વીરના પરિવારજનોને કેન્દ્ર સરકાર, ગુજરાત રાજ્ય અને સૈન્ય તરફથી આશરે રૂ. 2.75 કરોડની સહાય પ્રાપ્ત થશે
Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Bhupendra Patel) હસ્તે વીર શહીદ મહિપાલસિંહના પરિવારજનોને રૂપિયા એક કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ શહીદ વીરના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને જઈને આ ચેક તેમના પરિજનોને આપ્યો હતો. શહીદના પરિવારજનોની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ શહીદ મહિપાલસિંહને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધા-સુમન પાઠવ્યા હતા.
આ પ્રસંગે પ્રધાન જગદીશ વિશ્વકર્મા, ધારાસભ્ય બાબુસિંહ જાદવ અને ધારાસભ્ય કિરીટસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા. જવાન મહિપાલસિંહ વાળા જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથે અથડામણમાં શહીદ થયા હતા. શહીદોના પરિવારે સહકાર બદલ રાજ્ય સરકાર અને રાજ્યની જનતાનો આભાર માન્યો હતો. શહીદ વીરના પરિવારજનોને કેન્દ્ર સરકાર, ગુજરાત રાજ્ય અને સૈન્ય તરફથી આશરે રૂ. 2.75 કરોડની સહાય પ્રાપ્ત થશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos