રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની મહત્વની જાહેરાત, નગરપાલીકાઓને 17.10 કરોડની રાજ્ય સરકાર કરશે સહાય

રાજ્યમાં તાજેતરના અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ તેમજ નગરોમાં વરસાદી પાણી ભરાવાથી સર્જાયેલી સ્થિતિમાં રાજ્યની નગરપાલિકાઓને સાફ સફાઇ માટે નાણાં સહાયની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 14, 2022 | 10:14 AM

રાજ્યમાં તાજેતરના અતિભારે વરસાદના (Heavy rain) કારણે પૂરની સ્થિતિ તેમજ નગરોમાં વરસાદી પાણી ભરાવાથી સર્જાયેલી સ્થિતિમાં રાજ્યની નગરપાલિકાઓને સાફ સફાઇ માટે નાણાં સહાયની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્યની 456 નગરપાલિકાઓને કુલ 17.10 કરોડની સહાય રાજ્ય સરકાર આપશે. રાજ્યના નગરોમાં થયેલી અતિવૃષ્ટિ અને ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા સઘન સફાઇ ઝુંબેશ સહિતના સ્વચ્છતાના કામો માટે આ સહાય આપવામાં આવશે. જંતુનાશક દવાઓનો છંટકાવ, રોગચાળો અટકાવવા ઘન કચરાનો નિકાલ, પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે નાણાકીય સહાયની જે જરૂરિયાત ઉભી થઇ છે તે માટે મુખ્યમંત્રીએ આ 17.10 કરોડ રૂપિયા ફાળવવાની સૈધ્ધાંતિક અનુમતિ આપી છે.

મહત્વનું છે કે, આ નાણાંકીય સહાયના ધોરણો પણ નિર્ધારિત કર્યા છે. જે મુજબ “અ” વર્ગની 22 નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ 20 લાખ પ્રમાણે કુલ 4.40 કરોડની રકમ અપાશે. “બ” વર્ગની 30 નગરપાલિકાઓને પ્રત્યેકને 15 લાખ પ્રમાણે કુલ 4.50 કરોડ ફાળવવામાં આવશે. “ક” વર્ગની 60 નગરપાલિકાઓને નગરપાલિકાદીઠ 10 લાખ પ્રમાણે કુલ 6 કરોડ આપવામાં આવશે. ‘ડ’ વર્ગની 44 નગરપાલિકાઓને પ્રત્યેકને ૫ લાખ પ્રમાણે કુલ 2.20 કરોડની રકમ મળશે.

રાજ્યમાં આગામી 2 દિવસ રહેશે સાર્વત્રિક વરસાદ

રાજ્યમાં તાજેતરના અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ તેમજ નગરોમાં વરસાદી પાણી ભરાવાથી સર્જાયેલી સ્થિતિમાં રાજ્યની નગરપાલિકાઓને સાફ સફાઇ માટે નાણાં સહાયની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્યની 456 નગરપાલિકાઓને કુલ 17.10 કરોડની સહાય રાજ્ય સરકાર આપશે. રાજ્યના નગરોમાં થયેલી અતિવૃષ્ટિ અને ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા સઘન સફાઇ ઝુંબેશ સહિતના સ્વચ્છતાના કામો માટે આ સહાય આપવામાં આવશે. જંતુનાશક દવાઓનો છંટકાવ, રોગચાળો અટકાવવા ઘન કચરાનો નિકાલ, પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે નાણાકીય સહાયની જે જરૂરિયાત ઉભી થઇ છે તે માટે મુખ્યમંત્રીએ આ 17.10 કરોડ રૂપિયા ફાળવવાની સૈધ્ધાંતિક અનુમતિ આપી છે.

Follow Us:
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી
'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી
g clip-path="url(#clip0_868_265)">