Porbandar Video : મહાત્મા ગાંધીના 156માં જન્મ દિવસે કીર્તિ મંદિરમાં યોજાઈ પ્રાર્થના સભા, CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ

|

Oct 02, 2024 | 12:06 PM

આજે મહાત્મા ગાંધીના 156માં જન્મદિવસે પોરબંદરના કીર્તિ મંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત નેતાઓ પ્રાર્થના સભામાં હાજર રહ્યાં હતા. ભૂપેન્દ્ર પટેલે ગાંધી બાપુના જીવનને આજે પણ પ્રેરણારુપ ગણાવ્યુ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાર્થના સભા બાદ સુદામ મંદિરમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.CMએ પોતાના હાથે મંદિરના પટાંગણમાં સફાઈ કરી હતી.ત્યારબાદ મુખ્યપ્રધાન સહિત કેબિનેટ મંત્રી અને ધારાસભ્યો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

હરાજીમાં મળતી રકમ કન્યા કેળવણી માટે અપાશે

બીજી તરફ ગઈકાલે ભેટ – સોગાદોના વેચાણ માટે ઓનલાઈન પોર્ટલનું લોન્ચિંગ કરાયુ છે.  ગુજરાતના મુખ્યપ્રધાનને મળતી ભેટ-સોગાદોના વેચાણ માટે ઓનલાઈન પોર્ટલ લોન્ચિંગ કરાયું. હવે દેશના કોઈપણ ખૂણે વસતા લોકો આ પોર્ટલનો લાભ લઈને તોશાખાનાની ભેટ-સોગાદ ઈ-ઓક્શનથી ઓનલાઈન ખરીદી કરી શકશે.

CM ભૂપેન્દ્ર પટેલને જાહેર સમારંભો અને વિવિધ પ્રવાસ-મુલાકાતો દરમ્યાન મળતી ભેટ-સોગાદનું વેચાણ કરીને તેમાંથી મળતી આવકનો ઉપયોગ કન્યા કેળવણી હેતુ માટે કરવાની પરંપરાને વધુ વ્યાપક બનાવવા આવી ભેટ-સોગાદોના ઓનલાઈન વેચાણના ઈ-પોર્ટલનું લોન્ચિંગ કરાયું છે.

Next Video