ભરૂચ : પુત્રના કેસરીયાથી નારાજ છોટુ વસાવા લોકસભા ચૂંટણીમાં ત્રીજા મોરચા તરીકે પોતાના ઉમેદવાર ઉતારશે, જુઓ વીડિયો
ભરૂચ : લોકસભા ચૂંટણી પહેલા આદિવાસી મસીહા તરીકે ઓળખાતા છોટુ વસાવાના પરિવારમાં આંતરિક મતભેદ નજરે પડી રહ્યો છે. મહેશ વસાવા પિતાની વિચારધારા છોડી ભાજપમાં જોડાઈ જતા પરિવારનો મતભેદ સપાટી પાર આવ્યો છે.છોટુ વસાવાએ પુત્રના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે.
ભરૂચ : લોકસભા ચૂંટણી પહેલા આદિવાસી મસીહા તરીકે ઓળખાતા છોટુ વસાવાના પરિવારમાં આંતરિક મતભેદ નજરે પડી રહ્યો છે. મહેશ વસાવા પિતાની વિચારધારા છોડી ભાજપમાં જોડાઈ જતા પરિવારનો મતભેદ સપાટી પાર આવ્યો છે.છોટુ વસાવાએ પુત્રના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે. શનિવારે કાર્યકરો સાથે બેઠક યોજી છોટુ વસાવાએ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરી છે.
છોટુ વસાવાએ વાસણા ખાતે કાર્યકરોની બેઠક યોજી લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. છોટુ વસાવાએ હજુ પક્ષની જાહેરાત કરી નથી પણ ગુજરાતમાં ચૂંટણી જંગમાં તમામ બેઠકો પરથી ઝંપલાવવાનું નક્કી કર્યું છે. આટલુંજ નહીં ભરૂચ બેઠક પાર છોટુ વસાવા જાતે ચૂંટણી લડી શકે છે તેવા પણ વસાવાએ સંકેત આપ્યા હતા.
Breaking News : છોટાઉદેપુરમાં કોન્ટ્રાક્ટરનો અધિકારીઓ સામે આક્રોશ
Breaking News : અમદાવાદમાં AMTS બસમાં આગ ભભૂકી ઉઠી
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ

