છોટાઉદેપુરમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોની સમસ્યાનો આવશે અંત

|

Mar 24, 2025 | 6:44 PM

છોટાઉદેપુર : બોડેલી તાલુકાના ખેડૂતો લાંબા સમયથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. હવે, 100 કરોડના ખર્ચે, હિરણ નદી પર ગુજરાતનો પ્રથમ રબર ડેમ બનવા જઈ રહ્યો છે. આ ડેમ બોડેલીના 60 ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડશે. આ નવીન ટેકનોલોજીથી વર્ષો જૂની પાણીની સમસ્યાનો અંત આવશે અને વિસ્તાર ગ્રીન ઝોન બનશે.

છોટાઉદેપુર: બોડેલી તાલુકો રેડ ઝોન વિસ્તાર તરીકે ઓળખાય છે કારણ કે ચોમાસું પૂર્ણ થતા જ જળસ્તર નીચે જતા પાણીની સમસ્યા ખૂબ વિકટ બનતી હોય છે. પરંતુ હવે આ વિસ્તાર ટૂંક સમયમાં ગ્રીન ઝોન ગણાશે. કારણે કે હિરન નદી પર રાજ્યના પ્રથમ રબર ડેમનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જે માટે રાજ્ય સરકારે 100 કરોડ ફાળવ્યા છે. 1958માં અહીં આડ ડેમ બનાવ્યો હતો જે બાદ જળસ્તર જળવાયા હતા. પરંતુ રેતી અને કાંપ આવતા મેન્ટેનન્સને અભાવે ડેમના દરવાજા જામ થયા. જોકે હવે રબર ડેમની મંજૂરી મળતા ખેડૂતોએ સરકારનો આભાર માન્યો છે.

હાલ આ ડેમ બનાવવા માટે એજન્સીની નિમણૂક કરી વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. રાજવાસણા ખાતે હિરણ નદી ઉપર બે ફેઝમાં કામ કરાશે. ચોમાસા દરમિયાન પાણી અને કાંપ કાઢવા માટે રબર ડેમમાંથી હવા કાઢી નાખવામાં આવશે. ચોમાસાના અંતે પાણી સંગ્રહ માટે ફરી હવા ભરવામાં આવશે. આ નવીન ટેકનોલોજીથી પંથકના 60 ગામને પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહેશે.

With Input- Maqbul Mansuri- Chhota Udepur

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો