Breaking News : છોટાઉદેપુરમાં વિકાસમાં કરોડોની ગેરરીતિ, કાગળ પર કરોડોનો ખર્ચ પણ કામ નહીં.. SIT તપાસનો ધમધમાટ, જુઓ Video

Breaking News : છોટાઉદેપુરમાં વિકાસમાં કરોડોની ગેરરીતિ, કાગળ પર કરોડોનો ખર્ચ પણ કામ નહીં.. SIT તપાસનો ધમધમાટ, જુઓ Video

| Edited By: | Updated on: Nov 25, 2026 | 5:04 PM

છોટાઉદેપુરના પાવી જેતપુરમાં વાંકી ભાણપુરી ગામમાં વિકાસ કાર્યોના નામે લાખો રૂપિયાના કથિત ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. સરકારી ચોપડે દર્શાવેલા RCC રોડ, તળાવ, ચેકડેમ જેવા કામો જમીન પર થયા ન હોવાના ગ્રામજનોના આક્ષેપો છે.

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના વાંકી ભાણપુરી ગ્રામ પંચાયતમાં વિકાસ કાર્યોના નામે લાખો રૂપિયાના કથિત ભ્રષ્ટાચારનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ, સરકારી ચોપડે RCC રોડ, સંરક્ષણ દીવાલ, બોર, મોટર, ચેકડેમ અને તળાવ ઉંડું કરવા જેવા અનેક કામો પૂર્ણ થયા દર્શાવાયા છે, પરંતુ સ્થળ પર આ પૈકીના મોટાભાગના કામો થયા જ નથી.

મનરેગા અને સ્વચ્છ ભારત મિશન હેઠળ થયેલા કામોમાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. ગ્રામજનોએ RTI દ્વારા મેળવેલી વિગતો બાદ દાવો કર્યો છે કે ગામમાં તળાવ અસ્તિત્વમાં જ નથી, છતાં તેના નામે લાખોનો ખર્ચ દર્શાવાયો છે. હેન્ડપંપ અને બોર મોટર પણ ગાયબ હોવા છતાં તેના પૈસા ઉચાપત થયા છે. આ ગંભીર આક્ષેપો બાદ તાલુકા વિકાસ અધિકારીએ SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરી છે.

SITની ટીમ દ્વારા હવે સ્થળ પર જઈને તમામ વિકાસ કામોની સઘન ચકાસણી શરૂ કરવામાં આવી છે. તળાવના કામમાં પોર્ટલ પર ગામનું નામ ખોટું દર્શાવાયું હોવાની શક્યતા પણ તાલુકા વિકાસ અધિકારીએ વ્યક્ત કરી છે. તપાસ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી થશે.

પોરબંદર રાણાવાવ હાઇવે પર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ, હજારો ગેલન પાણીનો બગાડ, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.