Chhota Udepur : મોડેલ સ્કૂલમાં સતત બીજા દિવસે વિરોધ યથાવત્, બે દિવસથી વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર, જુઓ Video

| Edited By: | Updated on: Oct 13, 2023 | 9:55 AM

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લિન્ડા ટેકરા ગામે મોડેલ સ્કૂલમાં સતત બીજા દિવસે વિદ્યાર્થીઓનો વિરોધ (Protest) યથાવત રહ્યો છે. વિદ્યાર્થીઓ આજે પણ અન્નનો ત્યાગ કરી શિક્ષણ કાર્યથી અળગા રહ્યા છે. ધોરણ 9થી 11નાં 550 જેટલા બાળકો શાળામાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી રહ્યા છે.

Chhota Udepur :  છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લિન્ડા ટેકરા ગામે મોડેલ સ્કૂલમાં સતત બીજા દિવસે વિદ્યાર્થીઓનો વિરોધ (Protest) યથાવત રહ્યો છે. વિદ્યાર્થીઓ આજે પણ અન્નનો ત્યાગ કરી શિક્ષણ કાર્યથી અળગા રહ્યા છે. ધોરણ 9થી 11નાં 550 જેટલા બાળકો શાળામાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી રહ્યા છે.

આ પણ વાંચો-Porbandar Video : રાજાશાહી વખતની કોર્ટ જર્જરિત, સરકારે જૂની કોર્ટની ઇમારતને બંધ કરવાનો કર્યો નિર્ણય

મહત્વનું છે કે પ્રદર્શન આદિજાતિ વિભાગની પ્રયોજના કચેરી દ્વારા બે શિક્ષકોની અચાનક બદલી કરાઈ છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. વિદ્યાર્થીઓની વહારે ABVP અને કોંગ્રેસના કાર્યકરો આવ્યા છે. પ્રાયોજના અધિકારીઓએ બાળકોને સમજાવવાની કોશિશ કરી પરંતુ તેઓ એક ના બે ન થયા અને તેમની માગ પર અડગ રહ્યા છે. તો સ્કૂલમાંથી કાઢી નાખવાની ધમકી આપ્યાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે.

બાળકોની માગ યોગ્ય છે કે નહિં તે પછીની વાત છે,, પણ હાલ સુધી કોઈ અધિકારી માસૂમ બાળકોને સમજાવી શક્યા નથી. અધિકારીઓ બસ એક જ વાતનું રટણ કરી રહ્યા છે કે, આ શિક્ષણ વિભાગનો એક ભાગ છે. જેમાં શિક્ષકોની બદલી કરાઈ છે. માગ નહીં સંતોષાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ સમજવા તૈયાર નથી.

છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો