CHHOTA UDEPUR : નસવાડીના ચંદનપુર ગામના કોઝ-વે પર પાણી, સગર્ભા પાણીના પ્રવાહમાંથી પસાર થવા મજબૂર બની
સ્થાનિકો અહીં લાંબા સમયથી પુલ અને આરોગ્ય સુવિધાની માગણી કરી રહ્યાં છે. જો કે તંત્ર દ્વારા સ્થાનિકોની માગણી સંતોષાતી જ નથી.
CHHOTA UDEPUR : છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ચંદનપુર ગામના કોઝ-વે પર વરસાદી પાણી ફરી વળ્યાં છે.એક સગર્ભા મહિલાને રાત્રે પ્રસવ પીડા ઉપડતા પાણીના ધસમસતા વહેણમાંથી પસાર થઈ.ગામની આશાવર્કર બહેન અને સ્વજનોના સહારે સગર્ભાએ કોઝ-વે પસાર કર્યો.બેઠા પુલના સામેના છેડે 108માં બેસાડી સગર્ભાને હોસ્પિટલ લઈ જવામાં આવી.આ સગર્ભાએ હોસ્પિટલ પહોંચતા જ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. સ્થાનિકો અહીં લાંબા સમયથી પુલ અને આરોગ્ય સુવિધાની માગણી કરી રહ્યાં છે. જો કે તંત્ર દ્વારા સ્થાનિકોની માગણી સંતોષાતી જ નથી.
નસવાડી તાલુકામાં આવેલું રાજુપુરા ગામે પણ કોઝવેની સ્થિતિ આવી જ છે. આ ગામના લોકો પણ જીવના જોખમે કોઝવે પાર કરી રહ્યા છે.રાજુપુરા ગામની વચ્ચેથી જ અશ્વિન નદી પસાર થાય છે.. સાત વર્ષ પહેલા નદીમાં ભારે પૂર આવ્યું હતું અને તે સમયે કોઝવે તૂટી ગયો હતો.. છેલ્લા સાત-સાત વર્ષથી દર ચોમાસામાં રાજુપુરા ગામના લોકોને આ જ રીતે કોઝવે પાર કરવો પડે છે.. કોઝવે તો તૂટી ગયો પણ તે પછી ગામના લોકોને જે હાલાકી ભોગવવી પડે છે, તેમાંથી મુક્તિ મળે તે માટે તંત્રને અહીં પુલ બનાવવા રજૂઆત કરવામાં આવી, છતાં અહીં પુલ નથી બનાવવામાં આવ્યો.. આ જ કારણ છે કે જીવના જોખમે લોકોને અહીંથી પસાર થવું પડે છે.
આ પણ વાંચો : KUTCH : હમિરસર તળાવમાં ગટરના ગંદા પાણી ભળ્યા, પાલિકાની નિષ્કાળજી મામલે સ્થાનિકોમાં રોષ
આ પણ વાંચો : પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ ડિવિઝનની કેટલીક વિશેષ ટ્રેનોને સુપરફાસ્ટ ટ્રેનમાં રૂપાંતરિત કરી