પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ ડિવિઝનની કેટલીક વિશેષ ટ્રેનોને સુપરફાસ્ટ ટ્રેનમાં રૂપાંતરિત કરી
આ ટ્રેનોનું પરિચાલન હજુ શરૂ કરવામાં આવ્યું નથી અને આ ટ્રેનોની સેવાઓ ફરી શરૂ થશે, ત્યારે આ ટ્રેનો સુપરફાસ્ટ ટ્રેનમાં રૂપાંતરિત થઈ જશે.
AHMEDABAD : પેસેન્જરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા વિવિધ મેલ/એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેનોને સુપરફાસ્ટ ટ્રેન તરીકે દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિવિઝનલ રેલવે પ્રવક્તાના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું પરિચાલન હજુ શરૂ કરવામાં આવ્યું નથી અને આ ટ્રેનોની સેવાઓ ફરી શરૂ થશે, ત્યારે આ ટ્રેનો સુપરફાસ્ટ ટ્રેનમાં રૂપાંતરિત થઈ જશે –
1) ટ્રેન નંબર 09211 અમદાવાદ-અજમેર સ્પેશિયલ ટ્રેન 2) ટ્રેન નંબર 09212 અજમેર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 3) ટ્રેન નંબર 09405 ગાંધીધામ-પાલનપુર સ્પેશિયલ ટ્રેન 4) ટ્રેન નંબર 09404 પાલનપુર-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેન 5) ટ્રેન નંબર 09335 ગાંધીધામ-ઇન્દોર સ્પેશિયલ ટ્રેન 6) ટ્રેન નંબર 09336 ઇન્દોર-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેન
પેસેન્જરો સ્પેશિયલ ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ સ્પેશિયલ ટ્રેનમાં માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા પેસેન્જરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા પેસેન્જરોને બોર્ડિંગ, મુસાફરી અને મુસાફરી દરમિયાન COVID-19 ના સંબંધિત તમામ નિયમો અને એસઓપીનું પાલન કરવા વિનંતી છે.