Chhota Udepur: પાવીજેતપુર પાસે ભારજ નદી પરનો પુલ બેસી જતા સ્થાનિકો પારાવાર હાલાકી- Watch Video

|

Aug 30, 2023 | 12:18 AM

Chota Udepur: છોટાઉદેપુર એવો જિલ્લો છે જે મહદઅંશે વિકાસથી વંચિત છે. જિલ્લાવાસીઓ કોઈને કોઈ બાબતે હાલાકી ભોગવતા રહે છે પરંતુ તંત્ર આંધળુ બહેરુ બની લોકોને તેમના હાલ પર છોડી દે છે. આ નઘરોળ તંત્રએ બનાવેલ ભારજ નદી પરનો ભ્રષ્ટાચારનો પુલ બેસી જતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પૂલની મરમ્મત તો દૂર રહી પરંતુ તંત્ર સ્થાનિકોની મુશ્કેલી વધારી રહ્યુ છે અને જે ડાયવર્ઝન આપ્યો છે તેમા સ્થાનિકોને 30 કિલોમીટર ફરીને જવાની ફરજ પડે છે.

Chhota Udepur: છોટાઉદેપુરના પાવીજેતપુરમાં આવેલો ભારજ નદી પરનો પુલ બેસી ગયો. ભારજ નદી પરનો પુલ બેસી જતા પસાર થનારા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પુલ તો બેસી ગયો, પરંતુ સ્થાનિકોએ સ્વખર્ચે ફરીથી ડાયવર્ઝન બનાવ્યો હતો. પરંતુ તેના પર પસાર થવું કોઇ જોખમથી કમ નથી. તંત્રએ આ ડાયવર્ઝનને બંધ કરવાની માગ કરી છે. જેથી કોંગ્રેસ પક્ષ અને સ્થાનિકોએ તંત્રના નિર્ણયનો વિરોધ કર્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: કોર્પોરેશનની બેદરકારીના પાપે નરોડા મીની કાંકરિયાની બદ્દતર સ્થિતિ, જાળવણીના અભાવે બન્યુ ખંડેર

તેમનો આરોપ છે કે તંત્રએ આપેલા ડાયવર્ઝન પર જઇએ તો 30 કિલોમીટરનો ચક્કર મારવો પડે છે, જેમાં વાહનનું ઇંધણ અને સમયનો વ્યય થાય છે. જો કોઇ હોસ્પિટલ ઇમરજન્સી હોય તો પણ હાલાકી પડે છે.  કોંગ્રેસે તંત્રના નિર્ણય સામે આંદોલન કરવાની ચીમકી આપી છે. જેથી પોલીસનો કાફલો સ્થળ પર ખડકી દેવાયો છે. ઉલ્લેખનીય છે, સ્થાનિકોએ માગ કરી છે, કે ભારજ નદી પરનો પુલ ફરીથી રીપેર કરવામાં આવે જેથી લોકોને સરળતા રહે. અને 30 કિલોમીટરનો ચક્કર ન મારવો પડે.

છોટા ઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video