ઝંડ હનુમાન મંદિર લાખો શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર ,’મહાકાય મારૂતિ’ના દર્શન કરવા ભક્તો ઉમટ્યા

ઝંડ હનુમાન મંદિર લાખો શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર ,’મહાકાય મારૂતિ’ના દર્શન કરવા ભક્તો ઉમટ્યા

| Edited By: | Updated on: Aug 21, 2022 | 9:46 AM

બોડેલીથી માત્ર 22 કિલોમીટરના અંતરે આવેલું ઝંડ હનુમાન મંદિર (zand hanuman temple) લાખો શ્રદ્ધાળુઓના (Devotee) આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.

પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર છોટાઉદેપુર (Chhota Udepur)જિલ્લો પ્રાકૃતિક વૈભવની સાથે પૌરાણિક મહાત્મ્ય ધરાવતા સ્થળોનો સુભગ સમન્વય ધરાવે છે.બોડેલીથી માત્ર 22 કિલોમીટરના અંતરે આવેલું ઝંડ હનુમાન મંદિર (lord hanuman temple) લાખો શ્રદ્ધાળુઓના (Devotee) આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.સુપ્રસિદ્ધ સ્થળે એક પથ્થરમાંથી કોતરેલી 18 ફૂટ ઊંચી ઝંડ હનુમાન દાદાની અલભ્ય મૂર્તિ છે.કહેવાય છે કે સમગ્ર ભારતમાં એક શિલામાંથી કોતરેલી 18 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા આવેલી છે.શિવમંદિરો, રેતાળ પથ્થરોમાંથી કોતરેલી ગણપતિજીની વિવિધ મૂર્તિઓ અને રોમન તલવાર સાથેના સૈનિક યોદ્ધાઓના પાળીયા સહિત અનેક સ્થાપત્યોને કારણે આ સ્થળ લાખો શ્રધ્ધાળુઓ માટે લોકપ્રિય પ્રવાસન કેન્દ્ર પણ બન્યું છે.

હનુમાન દાદાના ‘મહાકાય’ સ્વરૂપના દર્શન કરવા ભક્તોની ભીડ

આ સ્થળનો વન વિભાગ દ્વારા ઇકો-ટુરિઝમ (Tourisam) તરીકે વિકાસ હાથ ધરવામાં આવ્યો છે. સમગ્ર ભારતમાં એક શીલામાંથી કોતરેલી આ મહાકાય મુર્તિ ખૂબ જ વિરાટ મૂર્તિ અહીં હોવાનું મનાય છે. હનુમાજીના (Lord hanuman)  ડાબા પગ નીચે શનિદેવની મૂર્તિની ઉપસ્થિતિ પણ અલૌકિકતા દર્શાવે છે.ત્યારે ભગવાનના મહાકાય સ્વરૂપના દર્શન કરવા હાલ ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે.

Published on: Aug 21, 2022 09:44 AM