વીડિયો: ગાંધીનગર કોર્પોરેશને કલાર્કની ભરતીના નિયમમાં કર્યો ફેરફાર, 12 પાસની જગ્યાએ હવે ઉમેદવાર સ્નાતક જોઈશે
ગુજરાતની વિવિધ કોર્પોરેશનમાં ભરતી નિયમમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગર કોર્પોરેશને કલાર્કની ભરતીના નિયમમાં ફેરફાર કર્યો છે. 12 પાસની જગ્યાએ હવે સ્નાતક ઉમેવાદરની જ ભરતી કરવામાં આવશે.આ પહેલા અમદાવાદ કોર્પોરેશન દ્વારા પણ આવા ફેરફાર કરવામાં આવ્યા હતા.
ગુજરાતની વિવિધ કોર્પોરેશનમાં ભરતી નિયમમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ગાંધીનગર કોર્પોરેશને કલાર્કની ભરતીના નિયમમાં ફેરફાર કર્યો છે. 12 પાસની જગ્યાએ હવે સ્નાતક ઉમેવાદરની જ ભરતી કરવામાં આવશે.આ પહેલા અમદાવાદ કોર્પોરેશન દ્વારા પણ આવા ફેરફાર કરવામાં આવ્યા હતા.
ગાંધીનગરમાં અત્યાર સુધીમાં કોર્પોરેશનમાં 12 પાસ ઉમેદવારની ભરતી કરવામાં આવતી હતી.જો કે હવે કોર્પોરેશન દ્વારા ઉમેદવાર માટે ગ્રેજ્યુએશનની ડિગ્રી ફરજીયાત કરવામાં આવી છે. નવા નિયમ પ્રમાણે જે પણ ગ્રેજ્યુએટ હશે, તે નિયમ પ્રમાણે પરીક્ષા આપવા માટે અરજી કરી શકશે.આ નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો- વીડિયો : ભાજપની બેઠકમાં પહોંચેલા સાંસદ કિરીટ સોલંકીનો દાવો, 5 લાખની લીડનો સંકલ્પ છે તે પૂર્ણ કરીશું
આ સાથે જ લઘુતમ વય મર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ગ્રેજયુએટ નિયમ લાગતા વય મર્યાદા 20 વર્ષથી વધારીને 35 વર્ષ કરાઈ છે. જ્યારે 12 પાસનો નિયમ હતો, ત્યારે તેની લઘુતમ વય મર્યાદા 18 થી 35 હતી.સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી છે.હવે આગામી કલાર્કની ભરતી મનપા નવા નિયમ મુજબ કરાશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
