નર્મદા : ચૈતર વસાવાનો જેલવાસ પૂરો થયો પણ આ શરતોનું પાલન કરવું પડશે, જુઓ વીડિયો

|

Feb 02, 2024 | 12:33 PM

નર્મદા : વનવિભાગના અધિકારીઓ વિરૂદ્ધ કાયદો હાથમા લેવાના કેસમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ હતા. જોકે હવે 48 દિવસ બાદ ચૈતરને રાહત મળી છે અને તેઓ શરતી જામીન પર મુક્ત થયા છે.

બહાર આવતાની સાથે જ ચૈતરે પોતાના કડક વલણ સાથે સરકારને બરાબરની આડે હાથે લીધી હતી. એ જ મિજાજ સાથે તેઓએ કહ્યુ કે સરકાર ખોટા ષડયંત્રો કરી રહી છે અને એટલે હજુ પણ ભાજપ સરકાર સામે પુરી તાકાત સાથે લડવામાં આવશે

ચૈતર વસાવાની સામે જે શરતો મુકવામાં આવી છે તે મુજબ કોર્ટમાં કેસની ટ્રાયલ પૂરી ન થાય ત્યાં સુધી ચૈતર વસાવા નર્મદા જિલ્લા અને ભરૂચ શહેર હદમાં પ્રવેશ કરી શકશે નહીં. ફરિયાદીને ધાક ધમકી આપી ફોડવાનો પ્રયત્ન કરી શકશે નહીં . આ સાથે ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચૈતર વસાવા કોર્ટની પરવાનગી સિવાય ગુજરાત રાજ્યની હદ નહીં છોડી શકે છે.જો કોર્ટની કોઈપણ શરતનો ભંગ થશે તો જામીન રદ કરવામાં આવશે. ચૈતર સામે કુલ 13 જેટલી શરતો મૂકવામાં આવી છે.

Input Credit : Vishal Pathak, Narmada

નર્મદાભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video