પડતર માંગણીને લઈ પશ્ચિમ રેલવે મઝદૂર સંઘ ઉતરશે હડતાળ પર, સમય થયો નક્કી, જુઓ Video

|

Mar 13, 2024 | 5:40 PM

લાંબા સમયથી રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમને નાબૂદ કરી જૂની પેન્શન સ્કીમને લાગુ કરવા પશ્ચિમ રેલવે મઝદૂર સંઘની કેન્દ્રીય કાર્ય સમિતિ સતત અવાજ ઉઠાવી રહી છે. આ વાતને લઈ મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી જેમાં આગામી નીતિવિષયક નિર્ણયો લેવામાં આવ્યા.

પશ્ચિમ રેલવે મઝદૂર સંઘની સેન્ટ્રલ વર્કિંગ કમિટીની બેઠક આર.જી. ની આગેવાની હેઠળ વેરાવળ સાસણ ગીર ખાતે બેઠક યોજાઇ. આ મહત્વની બેઠકમાં પશ્ચિમ રેલવેના 6 વિભાગો એટલે કે મુંબઈ, વડોદરા, અમદાવાદ, રતલામ, રાજકોટ, ભાવનગરના લગભગ 60 કાર્યકારી સમિતિના સભ્યોએ હાજરી આપી હતી.

રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમને નાબૂદ કરવા અને જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવા માટે 1લી મે 2024ના રોજ સવારે 08.00 વાગ્યાથી લગભગ 42 કેન્દ્રીય સરકારી કર્મચારી સંગઠનો દ્વારા મહત્વનો નિર્ણય કરવાંઆ આવ્યો હતો. આ નિર્ણયમાં 19 માર્ચના રોજ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને હડતાળની સૂચના આપવા માટે એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવશે. 42 જેટલા કેન્દ્રીય સરકારી કર્મચારી સંગઠનો ધરાવતા NJCA દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Published On - 5:39 pm, Wed, 13 March 24

Next Video