Ahmedabad: કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ બજેટ 2022ને લઈને વિસ્તૃત સંવાદ યોજ્યો

|

Feb 12, 2022 | 11:18 PM

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા કેન્દ્રના બજેટ અંગે પણ વાત કરી.. દેશના વિકાસ માટેના અમૃત બજેટની વાત કરી. તેમણે કહ્યું છે.. લાંબા ગાળાના વિકાસ માટે અત્યારથી જ તે દિશામાં પ્લાનિંગ કરવું જરૂરી છે

અમદાવાદના(Ahmedabad)  દિનેશ હોલમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાના(Mansukh Mandaviya)  અધ્યક્ષ સ્થાને આત્મનિર્ભર બજેટ 2022ને(Budget 2022) લઈને વિસ્તૃત સંવાદ કાર્યક્રમ યોજાયો  જેમાં આર્થિક સેલ, વેપાર સેલ, બૌદ્ધિક સેલ અને સહકારીતા સેલના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ આ કાર્યક્રમમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી.. આ દરમિયાન તેમણે રસીને લઈને એક મહત્વની વાત કરી.. તેમણે જણાવ્યું કે વૅક્સિન બનાવવા માટે કેન્દ્ર સરકારે ૨૫ જેટલા નિયમો માત્ર એક દિવસમાં બદલી નાખ્યા જેના કારણે અલગ-અલગ કંપનીઓએ વેક્સિન બનાવવા માટે રસ દાખવ્યો.

તો કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા કેન્દ્રના બજેટ અંગે પણ વાત કરી.. દેશના વિકાસ માટેના અમૃત બજેટની વાત કરી. તેમણે કહ્યું છે.. લાંબા ગાળાના વિકાસ માટે અત્યારથી જ તે દિશામાં પ્લાનિંગ કરવું જરૂરી છે.. અને આ વખતના સરકારના બજેટમાં તે દિશામાં કામ કરવામાં આવ્યું છે.. દેશનો જીડીપી ગ્રોથ વધારવાની દિશામાં પ્રયાસ કરાયો છે.

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે તેમણે કમલમ ખાતે પત્રકાર પરિષદમાં દેશમાં કોરોનાની સ્થિતિમાં કેન્દ્રની અસરકારક કામગીરી અંગે વાત કરી. તેમણે કહ્યું કે કોરોનાની સ્થિતી સામે લડવા માટે તબીબી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.. દવા સહિતનો પૂરતો સ્ટોક છે. તો રસીકરણ પણ દેશમાં સારા પ્રમાણમાં થયું છે. જેના કારણે જ ત્રીજી લહેરમાં દેશમાં હોસ્પિટલમાં દાખલ થવાનો રેશિયો ઓછો હતો.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના નવા 1646 કેસ નોંધાયા, 20 લોકોએ જીવ ગુમાવ્યો

આ પણ વાંચો : પોરબંદર અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું, ડ્રગ્સની કિંમત 2000 કરોડ

Published On - 11:16 pm, Sat, 12 February 22

Next Video