ચાંદીપુરાને લઈ અરવલ્લી અને સાબરકાંઠાની મુલાકાતે પહોંચી કેન્દ્રીય ટીમ, નિષ્ણાંતો દ્વારા રુબરુ નિરીક્ષણ કરાયું, જુઓ વીડિયો

|

Jul 26, 2024 | 9:30 AM

ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો વધતા જવાની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા નિષ્ણાંતોની ટીમ ગુજરાતમાં મોકલવામાં આવી છે. પુણેથી સીનિયર ડેપ્યુટી ડાયરેક્ટર ડો વિજય બોન્દરે સહિતની ટીમે જે વિસ્તારમાંથી શંકાસ્પદ અને પોઝિટિવ કેસ સામે આવ્યા છે, એ પરિવારના ઘરની મુલાકાત લીધી છે.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો વધતા જવાની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા નિષ્ણાંતોની ટીમ ગુજરાતમાં મોકલવામાં આવી છે. પુણેથી સીનિયર ડેપ્યુટી ડાયરેક્ટર ડો વિજય બોન્દરે સહિતની ટીમે જે વિસ્તારમાંથી શંકાસ્પદ અને પોઝિટિવ કેસ સામે આવ્યા છે, એ પરિવારના ઘરની મુલાકાત લીધી છે. આ વિસ્તારમાં ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ.

શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓના સેમ્પલ પુણેની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. હવે નિષ્ણાંતોની ટીમ રુબરુ પુણેથી ગુજરાત પહોંચવાને લઈ વાયરસની સ્થિતિને નિયંત્રણ કરવાની આશા જાગી છે. બાળ દર્દીઓના મોતના આંકડાને લઈ સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. પરંતુ હવે ચાંદીપુરાને અટકાવવા માટે આરોગ્ય વિભાગે પ્રયાસો હાથ ધર્યા છે.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video