Gujarati video : ગાંધીધામમાં આંગડિયા લૂંટ પ્રકરણમાં વધુ એક CCTV સામે આવ્યા, એક કરોડથી વધુ રુપિયાની થઇ હતી લૂંટ

|

May 24, 2023 | 9:24 AM

Kutch News : હેલ્મેટ પહેરીને આવેલા 4 લૂંટારાએ બંદૂકના નાળચે લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બે માસ પહેલાં પણ ગાંધીધામમા ફાયરિંગ કરી આંગડિયા પેઢીના સંચાલક પાસેથી 40 લાખની લૂંટ ચલાવાઈ હતી.

કચ્છના (Kutch) ગાંધીધામમાં આંગડિયા લૂંટ પ્રકરણમાં વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. માત્ર બે મિનિટમા જ લૂંટારાઓએ એક કરોડથી વધુની લૂંટને અંજામ આપ્યો હતો. ગાંધીધામમાં (Gandhidham) ભરબપોરે લૂંટની ઘટના બની હતી. 4 શખ્સોએ જવાહર ચોકમાં આવેલી પીએમ એન્ટરપ્રાઇઝ આંગડિયામાં લૂંટ ચલાવી હતી.

આ પણ વાંચો-Mandi : તળાજાની APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 2840 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

હેલ્મેટ પહેરીને આવેલા 4 લૂંટારાએ બંદૂકના નાળચે લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બે માસ પહેલાં પણ ગાંધીધામમા ફાયરિંગ કરી આંગડિયા પેઢીના સંચાલક પાસેથી 40 લાખની લૂંટ ચલાવાઈ હતી. ત્યારે હવે ગાંધીધામમાં આવી જ એક બીજી ઘટના બનતા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે.

આ અગાઉ લૂંટારૂઓ બંદૂકની અણીએ કરોડોની લૂંટ કરી આરામથી ફરાર થઈ રહ્યા હોય તેવા દૃશ્યો સીસીટીવીમાં સામે આવ્યા હતા. મોટી લૂંટની આ ઘટના માટે પોલીસ માટે આ સીસીટીવી ફુટેજ જ મુખ્ય કડીરૂપ બન્યા છે. ત્યારે પોલીસે સીસીટીવીને આધારે તપાસ તેજ કરી છે.

લૂંટની ઘટનાને પગલે પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ

હાલ બે હજારની નોટો બંધ થયા બાદ લોકો યેનકેન પ્રકારે બે હજારની નોટો વટાવવામાં લાગેલા છે. ત્યારે આંગડિયા પેઢીમાં પણ કરોડોની મિલકતો આવતી હોય. આવા ભીડભાડવાળા અને લોકોથી ભરચક વિસ્તારમાં જો આ પ્રકારની ઘટના બનતી હોય તો અન્ય વિસ્તારમાં તો શું થઈ શકે તે પણ એક મોટો સવાલ છે. હાલ તો આ લૂંટને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે.

ઈનપુટ ક્રેડિટ- જય દવે- કચ્છ 

કચ્છ જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video