AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : સુરતના કડોદરામાં પિતાએ કરેલી પુત્રીની હત્યાના દ્રશ્યો CCTV માં કેદ થયા, જુઓ વીડિયો

Gujarati Video : સુરતના કડોદરામાં પિતાએ કરેલી પુત્રીની હત્યાના દ્રશ્યો CCTV માં કેદ થયા, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2023 | 12:37 PM
Share

સુરતમાં એક પિતાએ પરિવારના 4 સભ્યો પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો. દીકરી પિતાને સમજાવવા વચ્ચે પડી તો તેને હથિયારના 17 ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી. જેના CCTV દ્રશ્યો સામે આવ્યા છે.

સુરતના ( Surat ) કડોદરામાં હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. જેમા એક પિતા પર જાણે શેતાન સવાર હોય તેમ પરિવારના ચાર સભ્યો પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો (Attack) કર્યો. એક એવા હેવાન પિતાની કે જેણે સામાન્ય તકરારમાં પુત્રીની હત્યા કરી નાખી છે. ધાબા પર સુવા મુદ્દે પત્ની સાથેના ઝઘડાએ એવું તો વરવુ સ્વરૂપ ધારણ કર્યું કે હત્યાકાંડ સર્જાઇ ગયો હતો.

આ  પણ વાંચો : Surat: 2 હજારની નોટ બંધ થવાને લઈ સુરતના નાના હીરા વેપારીઓને થશે અસર?, જુઓ Video

આ સમગ્ર ઘટનાના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. પરંતુ આ દ્રશ્યો એટલા ક્રૂર છે કે જે અમે તમને બતાવી શકતા નથી. આ દ્રશ્યોમાં એક હેવાન પિતાનો વરવો ચહેરો દર્શાવી રહ્યો છે. જાની દુશ્મન પર જેમ તૂટી પડ્યો હોય તેમ એક પિતા પોતાના જ લોહી પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હતા. ગુસ્સામાં હેવાન પિતા એવો તો આંધળો બન્યો કે તેણે ન જોયા બાપ-દીકરીનો સંબંધ, તેને ન નડીં પોતાના લોહીની શરમ અને પોતાના જ લોહીને કરી નાખી લોહી લુહાણ. પિતાએ પોતાની પુત્રી પર એક, બે નહીં પુરા 17 ઘા ઝીંક્યા છે.

લોહીથી લથપથ દીકરી કણસતી રહી, પરંતુ હેવાન પિતાના માથા પર સવાર ગુસ્સાનું ભૂતે દીકરીની હત્યા કરી નાખી. દીકરીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પત્ની પર પણ પિતા તૂટી પડ્યો હતો. પોતાના પિતાને હુમલો કરવા રોકવા વચ્ચે પડેલા બે પુત્રોને પણ ઇજા પહોંચી છે. સમગ્ર હત્યાકાંડમાં 19 વર્ષિય પુત્રીનું મોત થયું છે. જ્યારે પત્ની અને બે પુત્રો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં જ કડોદરા પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">