Rajkot : મોજ ડેમ ઓવરફ્લો થતાં કોઝવેને નુકસાન, 12 ગામને જોડતો રસ્તો કરાયો બંધ, જુઓ Video
મોજ નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે કોઝવે ધોવાયો છે. પાણીના ભારે પ્રવાહને કારણે કોઝવેનો અમુક ભાગ ધોવાઇ ગયો છે. જેને કારણે 12 ગામને જોડતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
Rajkot : રાજકોટના ઉપલેટમાં ભારે વરસાદને (Heavy Rain) કારણે તારાજી સર્જાઇ છે. ભારે વરસાદને કારણે પુલ અને કોઝવેને નુકસાન પહોંચ્યું છે. ત્યારે ઉપલેટાના ગઢાળા ગામે મોજ ડેમ ઓવરફ્લો થતાં કોઝવેને નુકસાન થયું છે. મોજિરા ગામ પાસેથી પસાર થતી મોજ નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે કોઝવે ધોવાયો છે.
આ પણ વાંચો Rajkot: રાજકોટના ખારચિયા ગામે મૂશળધાર વરસાદ બાદ તારાજીના દૃશ્યો સામે આવ્યા- જુઓ Video
પાણીના ભારે પ્રવાહને કારણે કોઝવેનો અમુક ભાગ ધોવાઇ ગયો છે. જેને કારણે 12 ગામને જોડતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. રસ્તો બંધ થતાં સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા ત્રણ વર્ષથી દર ચોમાસામાં આવી જ સ્થિતિનું નિર્માણ થાય છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી. કોઝવે ધોવાઇ જતા રસ્તો બંધ થઇ જાય છે. જેને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. રસ્તો બંધ હોવાથી બાળકોના અભ્યાસ પર પણ માઠી અસર પડી રહી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો